________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮. વરદાન સ્વામી, આપને યાદ છે, સ્વયંવર વખતે, જ્યારે પાછળથી યુદ્ધ ઉપસ્થિત થયું, મને આપની સારથિ બનવાનું સૌભાગ્ય મળ્યું હતું તે પછી આપે પ્રસન્ન થઈ વર માગવા કહેલું?'
હા, યાદ છે દેવી!" દશરથને ભૂતકાળના એ પ્રસંગની સ્મૃતિ આવી. “તો નાથ, હું આજે એ વર માગવા ચાહું છું. આપની પ્રતિજ્ઞા સત્ય હોય છે. પ્રસ્તરોવેવ પ્રતિજ્ઞા દે મહાત્મા મહાત્માઓની પ્રતિજ્ઞા પથ્થર પર કોરેલી રેખા જેવી હોય છે.'
“કેયી, તમારું કહેવું યથાર્થ છે. તમે વર માગી શકો છો, પરંતુ એમાં બે વાતનો ખ્યાલ રાખવાની જરૂર છે. જે મારા માટે સ્વાધીન છે, એ માગજો અને હું જે માર્ગે જવા ચાહું છું, એનો નિષેધ ન કરશો. એ સિવાય તમે માગો.”
કેકેયીના મુખ પર આનંદ છવાઈ ગયો. તેની અભિલાષા પૂર્ણ થતી લાગી. એ પુત્રસ્નેહના અગાધ પ્રવાહમાં તણાઈ રહી હતી. એ જે માંગવાની હતી, તેનાં પરિણામોનો વિચાર પ્રાયઃ તેણે કર્યો ન હતો, કર્યો હતો તો બહુ જ સ્થલદષ્ટિએ. તેણે પોતાની માંગણી ખુલ્લી કરી.
નાથ, જો આપ ચારિત્રના માર્ગે જાઓ છો, તો આ રાજ્ય ભરતને આપો. ભરતનો રાજ્યાભિષેક કરો.” દશરથ કૈકેયીના સામે જોઈ રહ્યા; ક્ષણભર જોઈ રહ્યા અને તરત બોલ્યા: “ઓહો, દેવી, રાજ્ય? આજે જ મારું રાજ્ય ગ્રહણ કરો.'
દશરથે તરત જ રામ-લક્ષ્મણને બોલાવી લાવવા પ્રતિહારીને રવાના કર્યો. કૈકેયીની ઇચ્છા પૂર્ણ થઈ હતી.
પુત્ર ભરત નિવૃત્તિમાર્ગે તેના પિતાની સાથે ન ચાલ્યો જાય અને પોતાની પાસે જ રહે, આ જ વિચારથી પ્રેરાઈને, કેકેયીએ આ યોજના બનાવી હતી. તેણે વિચાર્યું હતું કે ભારત પર અયોધ્યાના સામ્રાજ્યની જવાબદારી આવશે, તેથી તેને સંસારમાં રહેવું જ પડશે! તે સાધુ નહીં બની શકે અને આ રીતે પુત્રનું સુખ બન્યું રહેશે! આ સિવાય ભરતને સંસારમાં રોકી રાખવાનો બીજો કોઈ ઉપાય તેને ન જડ્યો.
શ્રી રામ તરફથી તે નિર્ભય હતી. તે જાણતી હતી કે અયોધ્યાના રાજ્ય પર અધિકાર શ્રી રામનો છે, ભરતનો નહીં. પરંતુ રામ જેવી રીતે કૌશલ્યા પ્રત્યે
For Private And Personal Use Only