________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८८
દશરથ-વૈરાગ્ય ભરત...”
પ્રભો, મને સંસારસુખોનું કોઈ પ્રયોજન નથી. મને એના પ્રત્યે રાગ નથી. હું આત્મસાધનાના માર્ગે આપની સાથે જ રહીશ.”
ઉત્તરીય વસ્ત્રથી પોતાની આંખો લૂછી, ભરત દઢતાથી ભૂમિ પર બેસી ગયો. દશરથ વિચારમાં પડી ગયા. રામ ભરત સામે જોઈ રહ્યા. ભારતના શબ્દોની અસર સહુથી વિશેષ કિકેયી પર પડી. કિકેયીનો આત્મા વિહ્વળ બની ઊઠ્યો.
રાત્રિનો સમય ઘણો વીતી ગયો હતો. અંતે બીજા દિવસથી રામના રાજ્યાભિષેકની તૈયારી કરવાની સૂચના મંત્રીગણને આપી. દશરથે સહુને પોતાના સ્થાને જવાની અનુજ્ઞા આપી વિસર્જન કર્યું.
દશરથની સાથે ભરત પણ ચારિત્ર અંગીકાર કરશે.” આ વાતે સહુને વિશેષ દુઃખી બનાવ્યા. પરંતુ એનો નિષેધ કોણ કરી શકે? સહુ અંતરાત્માથી નિવૃત્તમાર્ગને ચાહતા હતા. નિવૃત્તિમાર્ગની મહત્તા સમજતા હતા. અલબત્ત, આ બધી પરિસ્થિતિમાં લક્ષ્મણજીને બહુ રસ નહોતો, છતાં એ તો શ્રી રામના અનુગામી હતા. પોતાને નાપસંદ વાત પણ જ્યાં સુધી શ્રી રામ પોતાની નાપસંદગી ન બતાવે ત્યાં સુધી લક્ષ્મણ તે બોલતા ન હતા.
ભારતના નિર્ણયથી શત્રુષ્ણને ઘણું દુઃખ થયું. તે ભારતના ખંડમાં જઈ, ભરતનાં ચરણોમાં ઢળી પડ્યો અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. તેના માટે ભરતનો વિરહ અસહ્ય હતો. ભરતે તેને બે હાથે ઊભો કરી, છાતી સરસો ચાંપી, શાન્ત કરવા પ્રયત્ન કર્યો.
શત્રુષ્ણ! આટલું બધું દુઃખ શા માટે! શું નિવૃત્તિમાર્ગ તને પ્રિય નથી? પ્રિય તો છે.. પરંતુ એથી વિશેષ પ્રેમ તને ભરત પર છે. હું જાણું છું...માટે તે દુઃખી છે.”
શત્રબ મૌન હતો. તે કાંઈ પણ બોલી શકવાની સ્થિતિમાં ન હતો. ભરતે શત્રુનના બંને હાથ પોતાના હાથમાં લીધા હતા. ભરત કંઈક વિચારમાં પડી ગયો.
શત્રુઘ્ન, એક દિવસ આમેય આપણો વિરહ તો થવાનો જ છે ને! આ સંસારના સંબંધો કેવા ક્ષણિક છે? કોઈ સંબંધ શાશ્વત નહીં! ક્ષણિકને શાશ્વત માની લઈ મનુષ્ય પાપ આચરે છે અને પાપથી કર્મ બાંધે છે. તેથી ભવોમાં ભટકે છે! શત્રુઘ્ન, પારમાર્થિક દૃષ્ટિએ વિચારવું જરૂરી છે. આત્માના સ્વરૂપનો વિચાર કરવાની આવશ્યકતા છે. આ શરીર, ઇન્દ્રિય, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આ બધું તો કર્મની લીલા છે. આત્માનું એમાં કંઈ નથી!'
For Private And Personal Use Only