________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૩
દશરથ-વૈરાગ્ય કૃપાનાથ, આપે મારા પર અનહદ અનુગ્રહ કર્યો. આપે મારા પૂર્વભવો કહી મને સંસારથી વિરક્ત બનાવી દીધો છે. મારું મન સંસારનાં ભોગસુખોથી વિમુખ બની ગયું છે. આપ હવે આપના પુત્રને સંયમી બનાવીને આપની સાથે જ લઈ પધારો.”
દશરથ, શુભકાર્યમાં વિલંબ ન કરવો જોઈએ.” “પ્રભુ, વિના વિલંબે હું આપનાં ચરણોમાં ઉપસ્થિત થઈશ.”
પોતાના પૂર્વભવો સાંભળીને જાણે નવી જ દુનિયામાં પ્રવેશ કર્યો હોય તેમ નિરંતર તેની કલ્પનામાં પૂર્વભવોની ઘટનાઓ ઉપસ્થિત થવા લાગી. બીજી બાજુ સત્યભૂતિ અણગાર સાથેનો પૂર્વભવનો સંબંધ, તે પણ પિતા-પુત્ર તરીકેનો નિકટનો સંબંધ જાણીને દશરથનું હૃદય ખુશીથી નાચી ઊઠ્યું.
આ ભવના સંબંધો દશરથને નીરસ લાગ્યા, જ્યારે પૂર્વભવના સંબંધે તેમના મનને આકર્ષી લીધું! કારણ કે પૂર્વભવનો સંબંધ જે સ્વરૂપે પ્રગટ થયો હતો તે સ્વરૂપ ભવ્ય, પવિત્ર અને આકર્ષક હતું! સત્યભૂતિમાં ચાર જ્ઞાનની ભવ્યતા હતી. સંયમની પવિત્રતા હતી અને પુણ્યકર્મનું આકર્ષણ હતું. વિચારમાં ને વિચારમાં દશરથ રાજમહેલમાં આવી ગયા.
રાત્રિના પ્રારંભે મહારાજા દશરથે સમગ્ર પરિવારને પોતાની પાસે ભેગો કર્યો. રાણીઓ, પુત્રો, પુત્રવધૂઓ, મંત્રીગણ વગેરે ઉપસ્થિત થયાં. સહુ પોતાને યોગ્ય સ્થાને બેસી ગયાં. સહુ જાણતાં હતાં કે મહારાજાએ કુટુંબને શા માટે ભેગું કર્યું છે. લાંબા સમયની અલિપ્તતા, નિઃસ્પૃહતા અને ભોગવિમુખતાથી કુટુંબ જ નહીં, અયોધ્યાવાસી નગરજનો પણ દશરથને “ઘરમાં રહેલા યોગી' તરીકે જાણતા હતા.
દશરથે સહુની સામે દૃષ્ટિ કરી, એક એકને વ્યક્તિગત રીતે જોઈ લીધાં. તેમણે ક્ષણ વાર આંખો બંધ કરી દીધી. પુનઃ આંખોને ખોલતાં તેઓ બોલ્યા:
રામ!' પિતાજી...” “હું ચાહું છું કે નિવૃત્તિમાર્ગને ગ્રહણ કરી પરમ આત્માશાંતિ પ્રાપ્ત કરું, દશરથે શ્રી રામના સામે જોઈ કહ્યું. રામની દૃષ્ટિ ભૂમિ પર સ્થિર હતી. દશરથનાં વચનો સાંભળી રામની આંખમાંથી બે-ચાર આંસુ જમીન પર ટપકી પડ્યાં. રામ જવાબ ન આપી શકયા. પાસે જ બેઠેલા દશરથે રામના માથે હાથ મૂકી પુનઃ કહ્યું.
For Private And Personal Use Only