________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
જૈન રામાયણ
૪૯૫ ભૂરિનંદન રાજા મરીને વનમાં અજગર થયો. એ વનમાં દાહ પ્રગટ્યો. તે દાહમાં અજગર બળી મર્યો અને બીજી નરકમાં પહોંચી ગયો. મેં મારા જ્ઞાનથી જોયું... પૂર્વભવના સ્નેહથી હું નરકમાં ગયો અને પ્રતિબોધ કર્યો. નરકનું આયુષ્ય પૂર્ણ કરી તું રત્નમાલી રાજા થયો.
રત્નમાલી, આ તારી દુઃખપૂર્ણ કથા છે. હવે બોધ પામ, નગરને સળગાવી દેવાનું બંધ કર. અનંત દુ:ખને આમંત્રણ ન આપ.”
રત્નમાલીએ તરત જ આગ બંધ કરાવી, યુદ્ધવિરામ કર્યો અને દેવને પ્રણામ કરી તે પોતાના રાજ્યમાં પાછો આવ્યો. રત્નમાલીએ સૂર્યજયનો રાજગાદી પર અભિષેક કરવા માટે સૂર્યજયને પૂછ્યું. ‘તું આ રાજ્ય સંભાળ, હું સંયમ સ્વીકારી આત્મહિત કરવા ચાહું છું.”
પિતાજી, હું પણ આપની સાથે જ સંયમ સ્વીકારી આત્મહિત કરવા ચાહું છું, મને આ ભવના ભોગોમાં આસકિત નથી.'
સૂર્યજયની સાથે રત્નમાલીએ સંયમ સ્વીકારી લીધું. રાજ્યગાદી પર સૂર્યજયના બાલપુત્ર કુલનંદનનો અભિષેક કરવામાં આવ્યો.
તિલકસુન્દર આચાર્ય ભગવંતની નિશ્રામાં રત્નમાલી અને સુર્યજયે નિરતિચાર ચારિત્રનું પાલન કર્યું. કાળધર્મ પામીને બન્ને મહાશુક વિમાનમાં મહદ્ધિક દેવ
થયા.'
સત્યભૂતિ અણગાર થોડી ક્ષણ અટકી ગયા અને દશરથ સામે જોઈ પુનઃ બોલ્યા:
“રાજન, હવે ધ્યાનપૂર્વક અનુસંધાન કરજો. દેવલોકમાંથી રત્નમાલીના જીવનું ચ્યવન થયું. તે મિથિલાપતિ જનક બન્યા. દેવલોકમાંથી સૂર્યજયના જીવનું ચ્યવન થયું. તે અયોધ્યાપતિ દશરથ બન્યા. રત્નમાલીને નગરદાહ કરતો અટકાવવા આવનાર દેવ, તેનું ચ્યવન થયું, તે જનકનો અનુજ કનક બન્યો. દશરથ! તમારા નંદિવર્ધનના ભવમાં તમારા પિતા નદિઘોષ કે જે રૈવેયકમાં ગયા હતા, તેમનું ચ્યવન થયું અને તે હું પોતે સત્યભૂતિ!”
દશરથના આનંદની સીમા ન રહી. પોતાના જ પૂર્વભવના પિતા જાણે ભવમાં ભૂલા પડેલા પુત્રને મોક્ષમાર્ગ બતાવવા માટે અહીં આવી ગયા! દશરથે વારંવાર સત્યભૂતિ અણગારનાં ચરણોમાં વંદના કરી.
For Private And Personal Use Only