________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
વર મુનિવર બને છે! બનાવીને એવા સિદ્ધસ્થાને પહોંચી જઈએ કે જ્યાં કદીય આપણો વિયોગ ન થાય! અનંત-અનંત કાળપર્યત સાથે જ રહીએ અને સાથે જ અનંતસુખમાં મહાલીએ.”
સંસારનાં તુચ્છ, અલ્પકાળ ટકવાવાળાં, પરિણામે દારુણ, પરાધીન સુખોની ઇન્દ્રજાળમાં ફસાઈ ન જાઓ. આત્માને ભૂલી જગતની માયામાં અટવાઈ ન જાઓ.
સહુ વજબાહુની સાકરથી ય મધુર વાણી સાંભળી રહ્યા. રાગની આગ બુઝાવા લાગી અને ત્યાગની જ્યોત પ્રગટવા લાગી.
આપણા અનંતકાળના ભૂતકાળને યાદ કરો. ભૂતકાળમાં આપણે શું નથી ભોગવ્યું? શું નથી જોયું? છતાં તૃપ્તિ નથી થઈ. ભોગની તૃપ્તિ કદીય નથી થતી. ત્યારથી જ અંતરાત્માની ચરમતૃપ્તિ થાય છે, ત્યાગથી જ પરમસુખનો અનુભવ થાય છે.'
પચ્ચીસે રાજકુમારોનાં અને ઉદયસુંદરનાં ભાવુક હૈયાં પીગળી ગયાં. કેમ ન પીગળે? વજબાહુ પ્રત્યે સહુને અનુરાગ હતો, બહુમાન હતું. મનોરમાં જેવી રૂપસુંદરીને પરણીને હજુ ઘેર નથી પહોંચ્યો ત્યાં જ એ જીવનના સર્વસ્વનો ત્યાગ કરી પરમાત્માના પરમ પંથે જવા ઉજમાળ બને એવા અપૂર્વ સત્ત્વશીલ આત્માનાં વિનમ્ર, વિવેકી અને વૈરાગ્ય ભરપૂર વચનો ભાવુક હૈયાં પર કામણ કરી જાય છે.
કુદરતનો આ કાનૂન છે. જેના પ્રત્યે આપણને આંતરપ્રીતિ હોય, બહુમાન હોય, એનાં વચનો આપણા પર ધારી અસર કરી જવાનાં. જેના પ્રત્યે આપણને અણગમો હોય, અપ્રીતિ હોય, એનાં ગમે તેવાં વચનો પણ આપણા પર ધારી અસર નહિ જ કરી શકે.
મનોરમા તો પોતાના પ્રાણપ્રિય પતિના વચનોમાં એકરસ બની ગઈ. એણે પોતાના ચિત્તમાં પતિના પંથે જ જવાનો દઢ સંકલ્પ કરી લીધો અને તેણે મસ્તકે અંજલિ જોડીને વજબાહુને વિનંતી કરી.
મને આપનું જ શરણ હો. જે આપનો માર્ગ તે જ મારો માર્ગ.' બસ જ્યાં મનોરમાએ પોતાનો નિર્ણય જાહેર કર્યો ત્યાં ઉદયસુંદરે પણ પોતાનો નિર્ણય કરી લીધો અને વજબાહુને પ્રણામ કરી કહ્યું:
મને પણ આપનું જ શરણ હો. હું આપની સાથે જ ચારિત્ર લઈશ.”
For Private And Personal Use Only