________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૨૭
કષ્ટભર્યા માર્ગે વળવાના અણસાર થવા લાગ્યા. તેનું યુવાન હૈયું ધબકવા લાગ્યું. થોડીક જ ક્ષણોમાં નિર્ણય કરી લેવાનો હતો અને એના પર જ એનું સમગ્ર ભાવિ નક્કી થવાનું હતું.
પુરંદરકુમાર મોટાભાઈના જીવનથી સુપરિચિત હતો. એ જાણતો હતો કે વજ્રબાહુ બાલ્યકાળથી વૈરાગી છે. એને ખ્યાલ હતો કે સંસારના જીવો જે વિષયસુખમાં આનંદ અનુભવે છે તે વિષયસુખથી વજ્રબાહુનું ચિત્ત વિરકત બનેલું છે. એને એ પણ ખ્યાલ હતો કે ગમે ત્યારે વજ્રબાહુ સંસારનો ત્યાગ કરી સાધુતાના માર્ગે ચાલી નીકળશે.
ઉદયસુંદર અને શ્વેતકીર્તિએ વજ્રબાહુની સામે ઘણી દલીલો કરી, પરંતુ પુરંદર એક શબ્દ પણ ન બોલ્યો. જો કે ક્યારેય પુરંદરને વજ્રબાહુની સાથે ચર્ચામાં ઊતરવાનો પ્રસંગ ઉપસ્થિત થયો ન હતો. વજ્રબાહુના વિચારોને પુરંદર આદરપૂર્વક સમજતો હતો અને સ્વીકારતો હતો. પુરંદરને આજે ચોક્કસ લાગી ગયું કે ‘મોટાભાઈ જરૂર આજે સંસારનો ત્યાગ કરી જશે. પોતાના ૫૨મ શ્રદ્ધેય અને પરમ પ્રિય મોટાભાઈના વિરહની કલ્પનાએ એના દિલને દુઃખી કરી મૂક્યું. એની આંખમાં આંસુ છલકાયાં. કોઈ જોઈ ન જાય એ રીતે એણે આંખો લૂછી નાંખી, પરંતુ વજ્રબાહુની દૃષ્ટિએ પુરંદરની સ્થિતિને જોઈ લીધી.
‘પુરંદર, પિતાજીને તું આશ્વાસન આપજે. તેઓના દિલને આઘાત જરૂર થશે, પરંતુ તેઓ જ્ઞાનદૃષ્ટિવાળા છે. તેઓના અંતરાત્માને પછી આનંદ થશે, જ્યારે માતાજી તો આપણને વૈરાગ્યનો બોધપાઠ આપનાર ‘ગુરુ' છે. એમના દિલને તો અનહદ હર્ષ થશે. એ સાધ્વીહૃદય માતાને મારી વંદના કહેજે.'
‘મોટાભાઈ...' પુરંદર રુદનને ન રોકી શક્યો. તે વજ્રબાહુના પગમાં ઢળી પડ્યો... કંઈ પણ બોલી ન શક્યો, સિવાય... રુદન...
‘પુરંદર, તારે આમ ન કરવું જોઈએ, તારે પણ ભવિષ્યમાં આ જ માર્ગે આવવાનું છે. ભગવાન ઋષભદેવથી માંડીને આપણી એ પરંપરા ચાલી આવે છે! તારો માર્ગ કુશળ હો!'
પચ્ચીસે રાજકુમારોની આંખો ભીની થઈ ગઈ, ઉદ્દયસુંદરની આંખોમાંથી આંસુની ધારા વહેવા માંડી. મનોરમા હૈયાને દાબી રાખીને, આંખો બંધ કરીને, જીવનના રહસ્યને સમજવા પ્રયત્ન કરી રહી.
‘ઉદયસુંદર, મને અનુજ્ઞા આપો. એટલું જ નહિ, તમે સહુ પણ પરમાત્મા જિનેશ્વરના માર્ગે મારી સાથે ચાલો. આપણે સહુ આપણા આત્માને ઉજ્વળ
For Private And Personal Use Only