________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૧
જેને રામાયણ
પચ્ચીસે રાજકુમારોએ વજબાહુની સાથે જ ચારિત્ર લેવાની ભાવના વ્યકત કરી. કેવી અપૂર્વ મૈત્રી! કેવી નિરુપાધિક પ્રીતિ કેવી એ ધન્ય ક્ષણો!
વસંતાદ્રિ પર આધ્યાત્મિકતાની વસંત ખીલી ઊઠી.
પંખીઓએ હર્ષનાં ગીત ગાવા માંડ્યાં અને વન લતાઓએ નૃત્યો કરવા માંડ્યાં. સહુની સાથે વજબાહુએ મહામુનિનાં પાવન ચરણોમાં પંચાંગ પ્રણિપાત કર્યો.
ધર્મલાભ...” મુનિએ જમણો હાથ ઊંચો કરીને આશીર્વાદ આપ્યા. તેઓ એક સ્વચ્છ શિલા પર રજોહરણથી પ્રમાર્જન કરી આસન પર બિરાજ્યા.
હે કૃપાળુ! અમારા પર કરુણા કરી અમને ભવસાગરથી તારો.” વાજબાહુએ હાથ જોડીને પ્રાર્થના કરી.
મહાનુભાવ પરમપિતા જિનેશ્વર ભગવંતના ચારિત્રથી ભવસાગર તરી શકાય છે, માટે ચારિત્રમાર્ગનો ઉદ્યમ કરવો જોઈએ.” ગુણસાગર મહામુનિએ મધુર ગંભીર સ્વરે ભવસાગર તરવાનો માર્ગ બતાવ્યો.
કૃપા કરીને અમને ચારિત્ર પ્રદાન કરો એવી અમારી આપ કૃપાળુને પ્રાર્થના છે.' વજબાહુએ પ્રાર્થના કરી.
દિવસ શુદ્ધ હતો. યોગ શુભ હતો. નક્ષત્ર અનુકૂળ હતું. મહામુનિએ ત્યાં વજબાહુને, મનોરમાને, ઉદયસુંદરને અને પચ્ચીસ રાજકુમારોને ચારિત્ર આપ્યું, દેવોએ હર્ષનાદ કરીને પુષ્પોની વૃષ્ટિ કરી.
કુમાર પુરંદરે સહુને ભાવપૂર્વક વંદના કરી, ભારે હૈયે, અશ્રુભરેલી આંખે, નિદ્માણ બની ગયેલી જાનને લઈ અયોધ્યા તરફ તે આગળ વધ્યો. એક ઘોડેસ્વાર નાગપુર તરફ રવાના થયો અને ગુણાસાગર મહામુનિ નવદીક્ષિતોને લઈ ત્યાંથી વિહાર કરી ગયા.
સંસારની ભૂમિકા પર જ્યારે આવી અવનવી ઘટનાઓ બની જાય છે ત્યારે સંસારના જીવોની જબાન પર તે ઘટનાઓ દિવસો અને મહિનાઓ સુધી રમતી રહે છે. પછી ધીરે ધીરે તે ભુલાતી જાય છે, પરંતુ કોઈ તત્ત્વજ્ઞાની એ ઘટનાઓને અક્ષરદેહને સુરક્ષિત જગાએ મૂકી દે છે, કોઈ ઉપદેશક એ ઘટનાઓને પોતાના ઉપદેશમાં વહેતી કરી દે છે અને ઉપદેશકોની પરંપરા એ ઘટનાઓને ચિરંજીવ બનાવી દેવા મથે છે. કોઈ શિલ્પીઓ એ અદ્દભુત ઘટનાઓને પાષાણમાં કંડારીને હજારો વર્ષો સુધી જીવન પરંપરાને એ ઘટનાઓથી પરિચિત રાખવા પ્રયત્ન કરે છે.
For Private And Personal Use Only