________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૪૨૧
ચારે બાજુ સૈનિકો એકઠાં થઈ ગયા. એક ઊંચી ગાદી પર સરદાર બેઠો. સરદારની સામે સુરાના ઘડા રાખવામાં આવ્યા, મોટા મોટા થાળોમાં માંસના ટુકડા રાખવામાં આવ્યા. સૈનિકો વારંવાર હર્ષોન્મત્ત થઈને નાચવા લાગ્યા અને કિકિયારી કરવા લાગ્યા. અંજલિએ ચારેકોર દૃષ્ટિ નાંખી. દૂર સૈનિકોની ભેગો શંખલ પણ ઊભો હતો. અંજલિની દૃષ્ટિ તેના પર પડી. તેણે અંજલિ સામે જોયું ને એક ઇશારો કર્યો. અંજલિ સમજી ગઈ.
અંજલિએ નૃત્ય શરૂ કર્યું. વિવિધ અભિનય અને અંગવિન્યાસથી સરદાર અને સૈનિકો પાગલ જેવા બની ગયા. તેઓ વારંવાર હર્ષના પોકારો કરવા લાગ્યા. અંજલિ નૃત્ય કરતી કરતી સરદારની નિકટ જતી ને કટાક્ષોથી તેને કામ-વિવળ બનાવી દેતી. સરદાર તેનો હાથ પકડવા જતો, અંજલિ છટકી જતી અને સુરાનો પ્યાલો તેના મુખમાં ઠૂંસી દેતી...એમ તે એક એક સૈનિક પાસે જવા લાગી અને જામ ભરી ભરીને સુરાપાન કરાવવા લાગી, સૈનિકો ડોલવા લાગ્યા અને ડોળા ફાડી ફાડીને અંજલિને જોવા લાગ્યા.
અંજલિએ આજે પોતાની નૃત્યકળાને માઝા મૂકીને બતાવવા માંડી. ખૂબ સુરાપાન કરાવ્યા પછી તેણે માંસ ખવરાવવા માંડ્યું. વારંવાર સ૨દા૨ને માંસ અને સુરા પિવરાવી ઉન્મત્ત જેવો બનાવી દીધો. સરદાર વારંવાર ઊભો થઈ અંજલિને પોતાના બાહુપાશમાં જકડી લેવા એની તરફ ધસતો, પરંતુ અંજલિ આબાદ રીતે છટકી જતી.
અંજલિએ જોયું કે સરદારની આંખો લાલચોળ બનીને મૂચ્છિત જેવી બનવા માંડી છે. તેણે વીણાના તાર ઝણઝણાવ્યા અને એવા સૂર છેડ્યા કે જોતજોતામાં એક પછી એક સૈનિક જમીન ઉપર ઢળવા માંડ્યા અને મીઠી નિદ્રા લેવા લાગ્યા. સરદાર તો ક્યારનો ગાદી પર ચત્તોપાટ પડી બબડી રહ્યો હતો. થોડી ક્ષણોમાં તેનો બડબડાટ પણ બંધ થઈ ગયો. અંજલિએ જોયું કે સહુ નિદ્રાધીન બની ગયા છે. તરત તેણે કમરમાં છુપાવેલી કટારી કાઢી સરદારના ગળા ઉપર ફેરવી દીધી. તેની ગરદન લોહીથી રંગાઈ ગઈ.
‘લે દુષ્ટ, મારા શીલ લૂંટવાના બદઇરાદાનું ફળ...’ અંજલિએ સરદારના મડદા ૫૨ એક લાત મારી ઝડપથી નીકળી ગઈ. દૂર બે અશ્વ પર શંબલ અને વીરદેવ અંજલિની રાહ જોતા ઊભા હતા. અંજલિનો અન્ય તૈયાર હતો. એક છલાંગ મારી અંજિલ અશ્વારૂઢ બની અને ત્રણેય અશ્વો રાત્રિના અંધકારમાં અલોપ થઈ ગયા.
For Private And Personal Use Only