________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૪. યુદ્ધ પ્રથાણ
==
=
અંજલિએ જોયું તો તે બંને બાજુથી ઘેરાઈ ગઈ હતી. તેનો અશ્વ પણ થાકી ગયો હતો. જો કે વીરદેવ હવે ભાનમાં આવી ગયો હતો, પરંતુ આ પરિસ્થિતિમાં અંજલિને શત્રુઓનો સામનો કરવો ઉચિત ન લાગ્યો. તેણે બે હાથ ઊંચા કરી શરણાગતિ સ્વીકારી લીધી.
‘જાઓ, દુષ્ટને ગુફામાં પૂરી દો.’
‘અને આ રમણી?'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માગધ-સૈનિકોએ હર્ષનો ધ્વનિ કર્યો. તેઓ મશાલ લઈને અંજલિ-વીરદેવને ઘેરી વળ્યા. તેમનો સરદાર આગળ આવ્યો અને વીરદેવને પકડી સૈનિકોના હાથમાં સોંપી દીધો.
‘૨મણીને ગુફામાં પૂરવાની ન હોય. તે તો સૈનિકોના આનંદ માટે છે!' સરદાર અંજલિ સામે લુચ્ચું હસ્યો અને અંજલિનો હાથ પકડી તેને પોતાના તરફ ખેંચી. અંજલિએ પોતાનો હાથ ખેંચી લઈ સરદારની પાછળ ચાલવા માંડ્યું.
‘દોસ્તો, આજે તો મહેફિલ જામશે! સુરા પીઓ! સંગીત સાંભળો ને સુંદરીના સૌન્દર્યનો ઉપભોગ કરો!' સરદારે સૈનિકોને કહ્યું અને તે અંજિલ સામે જોઈ બોલ્યો:
‘કેમ રાણી, નૃત્ય કરીશ ને?'
‘જરૂ!’
‘સુરાપાન’
‘અવશ્ય’
‘સંગીત’
‘મનગમતું!' ‘વાહ રાણી વા
‘વાહ રાણી વાહ!' સરદારની આંખોમાં મદ ઘેરાયો. તે વાસનાવિવશ બન્યો. અંજલિએ કૃત્રિમ કટાક્ષોથી સરદારનું પૌરુષ હરી લીધું.
‘માગધ-સરદાર અને સૈનિકો એક મેદાનમાં આવ્યા. મેદાન સ્વચ્છ હતું, મેદાનની એક બાજુ મોટી ગુફા હતી. બીજી બાજુ ભૂમિગૃહ જેવું દેખાતું હતું. અંજલિએ માપી લીધું કે આ સૈનિકોનો અડ્ડો હોવો જોઈએ.
For Private And Personal Use Only