________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૨
યુદ્ધ પ્રયાણ અંતિમ પ્રહર પૂરો થાય તે પૂર્વે ત્રણેય અશ્વારોહી રાજગૃહીની સીમમાં આવી ગયા. ત્રણેય ઘોડા ઉપરથી નીચે ઉતરી ગયા. ધીમે ધીમે તેઓ ચાલવા લાગ્યા. વીરદેવે સંકેત ધ્વનિ સાંભળ્યો. ત્યાં ત્રણેય ઊભા રહી ગયા. ત્રણેયના હાથમાં નગ્ન તલવાર શત્રુના સ્વાગત કરવા માટે તૈયાર હતી. ‘વીરદેવ'? બાજુમાંથી એક માણસ નીકળી આવ્યો ને વિરદેવની સામે આવી ઊભો.
કોણ ? “ઐક્વાકુ’
વીરદેવને વિશ્વાસ પડ્યો. પેલા માણસે એક પત્ર વીરદેવના હાથમાં મૂક્યો. વીરદેવે પત્રને તોડ્યો. શંબલે પથ્થર ઘસીને અગ્નિ પેદા કર્યો. અગ્નિના પ્રકાશમાં વીરદેવે પત્ર વાંચ્યો. મહામાત્ય શ્રીષેણનો પત્ર વાંચીને એ અગ્નિમાં સળગાવી દીધો.
ત્રણેય આગળ વધ્યા. પેલો ગુપ્તચર ત્યાંથી જ ત્રણેયના અશ્વો લઈને અલોપ થઈ ગયો.
અંજલિ, હવે આપણે નિર્ભય છીએ મહામાત્યના ઘર સુધી! વીરદેવે અંજલિના કાનમાં વાત કરી. પ્રભાત થઈ ગયું હતું. નગરના દરવાજા ખૂલી ગયા હતા. ત્રણેયએ દરવાજામાં પ્રવેશ કર્યો.
“કોણ છો? ક્યાંથી આવો છો?' દ્વારરક્ષકે ત્રણેયને અટકાવીને પૂછ્યું. ‘ઉત્તરાપથના રહેવાસી છીએ.” અંજલિએ જવાબ આપ્યો અને વીરદેવને કહ્યું:
આ માગધો પરદેશીનું અપમાન કરતાં અચકાતા નથી?”
હજુ તો રાજગૃહીમાં આવું ઘણું ઘણું જોવા જાણવા મળશે...” વીરદેવે ટોણો માર્યો... અને ત્રણે આગળ વધી ગયા. ધારરક્ષક તો અંજલિના દર્શનમાં અને તેના હાવભાવમાં વિવશ બની ગયો.
મહામાત્ય શ્રીષણ આતુરતાથી વિરદેવની પ્રતીક્ષા કરી રહ્યા હતા. વીરદેવ, અંજલિ અને શંબલ આવી પહોંચતાં શ્રીર્ષણને સંતોષ થયો. ત્રણેય સ્નાનાદિ કૃત્યોથી પરવારી મહામાત્યની સાથે ભોજનમાં સામેલ થયા. વીરદેવે અંજલિ તથા શંબલનો પરિચય કરાવ્યો. મહામાત્ય ખૂબ ખુશ થયા ને અંજલિની ખૂબ ખૂબ પ્રશંસા કરી.
ભોજનથી પરવારી સહુએ આરામ કર્યો, ત્યાર બાદ શ્રીષેણે વિરદેવ અને અંજલિ સાથે ગુપ્ત પરામર્શ કર્યો.
For Private And Personal Use Only