________________
૨૩
इर्यासमित्याद्याश्चारित्रात्मन: प्रसूति हेतुत्त्वेन हितकारित्वेन च मातर इव अवश्यंभावेन न मोक्तव्याः
- ષોડશક - ૨
જન્મદાત્રી અને જીવનદાત્રી માતાને છોડી દેવાની કે એનાથી દૂર રહેવાની ભૂલ નાનકડો બાબો ક્યારેય કરે ખરો ? હરિંગજ નહીં.
કારણ ?
એના જીવનની સલામતીનું કેન્દ્ર એક માત્ર એની માતા જ હોય છે. મુનિ !
માત્ર શરીરને જન્મ આપતી માતા પ્રત્યે
બાળકનો જો આ લગાવ હોય છે
તો અમારે તને એટલું જ કહેવું છે કે
તારા ચારિત્ર શરીરને જન્મ જેણે આપ્યો છે અને
તારા આત્માને માટે જે એકાંતે હિતકારી છે
એ ઇર્યાસમિતિ આદિ પાંચ સમિતિ અને મનોગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિ, આ અષ્ટ પ્રવચન માતા પ્રત્યે તારો લગાવ તો
કેઈ ગણો વધુ હોવો જ જોઈએ એ વાત તારા
મગજમાં બરાબર ગોઠવાઈ ગઈ છે ખરી ? યાદ રાખજે,
બાળકના જીવનમાં આકર્ષક પણ રમકડાં નંબર બે પર જ હોય છે.
સ્વાદિષ્ટ ચૉકલેટ અને મનપસંદ પણ બિસ્કિટ નંબર બે પર જ હોય છે.
આકર્ષક અને સુંવાળા પણ કપડાં નંબર બે પર જ હોય છે. નંબર એક પર એક માત્ર મમ્મી જ હોય છે.
બસ, એ જ ન્યાયે તારા જીવનમાં સ્વાધ્યાય નંબર બે પર જ
૪૫
હોય એનો કોઈ વાંધો નથી.
તપશ્ચર્યાના ક્ષેત્રે તું શ્રીમંત ન બની શકે
તો ય એમાં કોઈ તકલીફ નથી.
પ્રવચનની કળા કે લેખનની કળા એ બંને ક્ષેત્રે તું કાચો પડતો હોય તો એ ય તારા જીવનની કોઈ કરુણતા નથી. કલાકોનો જાપ તું ન કરી શકતો હોય કે લોહી-પાણી એક કરી નાખતો વૈયાવચ્ચનો યોગ તારા જીવનમાં પ્રતિષ્ઠિત ન થયો હોય તો
એ ય તારા માટે કોઈ કરુણ વાસ્તવિકતા નથી પરંતુ બાળકના જીવનમાં જેમ
મમ્મી નંબર એક પર જ હોય છે
તેમ તારા જીવનમાં અષ્ટ પ્રવચનમાતા
નંબર એક પર જ હોવી જોઈએ.
ખેદ છે અમને એ વાતનો કે
આ હકીકતને તું ગંભીરતાથી સમજી શક્યો નથી. નીચે જોયા વિના જ ચાલવાનું,
મુહપત્તિના ઉપયોગ વિના જ બોલવાનું,
ગોચરીના દોષોની ઉપેક્ષા જ કરતા રહેવાનું,
પૂંજવા-પ્રમાર્જવાના ક્ષેત્રે આંખમીંચામણાં જ કરતા રહેવાનું, મનમાં ચાલતા વિચારો પર કોઈ નિયંત્રણ જ નહીં,
શબ્દપ્રયોગમાં વિવેકને હાજર રાખવાની કોઈ તકેદારી જ નહીં, કાયાના સ્તરે અયતનાથી બચવાની કોઈ ચોક્કસ જાગૃતિ જ નહીં, આ જ જો બની ગઈ હોય તારી જીવન જીવવાની
પદ્ધતિ તો અમે તને એટલું જ કહીએ છીએ કે તું કૃતઘ્ની છે.
તારા ચારિત્ર શરીરને જન્મ આપી ચૂકેલી
અષ્ટ પ્રવચન માતાનો તું વિશ્વાસઘાતી પુત્ર છે.
યાદ રાખજે, મમ્મીના મરણ પછી ય ચામડાના શરીરને ધારણ
કરી રહેલ બાબો જીવી જાય છે પરંતુ અષ્ટ પ્રવચન
માતાના મરણ પછી ય તારું ચારિત્ર શરીર જીવી જાય એવી તો કોઈ જ સંભાવના નથી. સાવધાન !
*