________________
येन मनुष्येण धर्मो न कृत: तेन मनुष्येण मरणावसाने
૪તો મૃતિવ્યો
– વૈરાગ્યશતક - ૬૯ થી
ભણવાની ઉંમરે રખડે એને પરીક્ષાના પરિણામ સમયે લમણે રડવાનું જ ઝીંકાય એમાં આશ્ચર્ય શું છે ? તેજીના સમયે જે ગામગપાટા લગાવતો રહે એને તેજીનો સમય પૂરો થઈ ગયા બાદ કપાળે હાથ દેવાનો પ્રસંગ આવે જ એમાં નવાઈ શી છે? શક્તિના સમયમાં મદોન્મત્ત બનીને જે બીજાઓને દબાવતો જ રહે એના અશક્તિના સમયમાં આજુબાજુવાળા સહુ એની આંખમાંથી આંસુ જ પડાવતા રહે એમાં આશ્ચર્ય શું છે? મુનિ! આજે આંખો તારી તેજસ્વી છે ને? કાન તારા સાબૂત છે ને? હાથ-પગ તારા મજબૂત છે ને? હોજરી તારી મસ્ત છે ને? જીભ તારી સક્ષમ છે ને? મન તારું ઠેકાણું છે ને? જવાબ આપતું. એ તમામને તેં અત્યારે શેમાં વ્યસ્ત રાખ્યા છે? આંખો જીવદયામાં, પ્રભુદર્શનમાં, પરગુણદર્શનમાં, શાસ્ત્ર વાંચવામાં રોકાયેલી છે કે પછી આડી-અવળી ભટક્યા કરે છે? કાન જિનવાણીશ્રવણમાં, પરગુણ શ્રવણમાં વ્યસ્ત છે કે પછી
નિંદા-કૂથલી સાંભળવામાં રમમાણ છે? હાથ-પગ પૂંજવા-પ્રમાર્જવામાં વ્યસ્ત છે કે પછી એનાથી વિરાધનાઓ જ થઈ રહી છે? મસ્ત હોજરીનો સદુપયોગ તું તપશ્ચર્યા કરી લેવામાં કરી રહ્યો છે કે પછી મિષ્ટાન્નાદિ વાપરવા દ્વારા એનાથી તું તારા સંયમજીવનને મૃતપ્રાયઃ બનાવી રહ્યો છે? સક્ષમ તારી જીભ ગુણાનુવાદમાં, સ્તવનામાં, સ્વાધ્યાયમાં, સમાધિપ્રદાનમાં વ્યસ્ત છે કે પરનિંદામાં, બહિર્ભાવોની અંતરમાં સુષુપ્ત પડેલ ચિનગારીનું દાવાનળમાં રૂપાંતર કરવામાં વ્યસ્ત છે? સ્વસ્થ દેખાતા તારા મનમાં શુભભાવોની છોળો જ ઉછળી રહી છે ને? આરાધનાના મનોરથો જ સેવાઈ રહ્યા છે ને ? ‘સોહામણા પરલોક'ની ચિંતા જ સેવાઈ રહી છે ને? કે પછી કલ્પનાના સ્તર પર વાસનાના ગંદવાડમાં જ એ આળોટી રહ્યું છે ને? દુર્બાન અને દુર્ભાવમાં જ એ ગળાબૂડ રહે છે? હતાશા અને નિરાશામાં જ એ ગરકાવ રહે છે? યાદ રાખજે તું. તારા શરીર પર જે વેશ છે, દુનિયા વચ્ચે તારી જે ઓળખ છે, ચતુર્વિધ સંઘ વચ્ચે તારી જે “ગુડવિલ” છે એને અનુરૂપ જ જો તારું આચરણ છે અને એને ગૌરવ આપે એવું જ જો તારી પાસે અંતઃકરણ છે તો જ મોત વખતની તારી સમાધિ અકબંધ છે. બાકી, એનાથી વિપરીત જો તારું જીવન અને મન છે, 'बहिर्विरागा हविषवरागाः' આ પંક્તિમાં જો તારો નંબર છે તો નિશ્ચિત સમજી રાખજે કે મોત વખતે તારા નસીબમાં લોહીનાં આંસુ પાડવાનું જ બચવાનું છે. અને એ તો તારા ખ્યાલમાં જ હશે કે એક જ વખતના બગડતા મોતમાં આત્માનાં અનંત મોત બગાડી નાખવાની પાશવી તાકાત ધરબાયેલી હોય છે. સાવધાન !
૩૪