________________
બાર પ્રકારની હિંસાઓ
ડિી.આર. લોરેન્સે લખ્યું છે કે “ડૉકટર માટે અધમમાં અધમ કામ કે શરમજનક કૃત્ય એ દર્દીને આડેધડ દવા આપી તેમના ઉપર અખતરા કરી તેનામાં નવો જ રોગ ઊભો કરવાનું છે. ટોચના એક ફિઝિશયને કહેલું કે આ દેશમાં ૨૫ ટકા રોગો ડૉક્ટરોએ દર્દીને આપેલ દવાની આડ-અસરથી પેદા થયેલા રોગો છે.
સ્વાથ્ય-સુરક્ષા સચિવ ડૉ. એ.આર. પટવર્ધન જણાવે છે કે “દર્દીઓને અપાતાં ઈંજેક્શનમાંથી ૯૦ ટકા જેટલા બિનજરૂરી હોય છે. અને તેમાંથી મોટાભાગનાં માત્ર દર્દીઓના મનના સમાધાન માટે કે વધુ પૈસા કમાવાના ઉદ્દેશથી જ અપાય છે.”
બહુરાષ્ટ્રીય દવા કંપનીઓએ એક એવી દલીલ કરી છે કે, “અબજો મનુષ્યોની તંદુરસ્તીની વ્યવસ્થા માટે થોડા (કરોડો) પ્રાણીઓ પર ક્રૂર હિંસા આચરવામાં વાંધો શું?” પરંતુ જગતની ફક્ત ૧૦ ટકા વસ્તીને અને ભારતની ૨૫ ટકા વસ્તીને આ હિંસા-સર્જિત દવાનો ફાયદો થવાને બદલે ઘણીવાર દવાની આડ-અસર “ઈનામમાં મળે છે. આમ પૈસા, સમય, ધર્મભાવનાને ભોગે આ પ્રકારનો એક છેતરામણો વ્યવસાય દિન-પ્રતિદિન સુલતો જાય છે. આ અંગે પૂરતા અભ્યાસ પછી અનેક નિષ્ણાતોએ પણ આપણને ચેતવણી આપેલી જ છે.
સુવિખ્યાત ડૉ. માર્ટન હન્ટનું વિધાન જુઓ : ‘દવાઓ સંપૂર્ણપણે સલામત નથી. દવાઓના સેવનથી તેમની આડઅસરો ઘણી થાય છે, બકરું કાઢતાં ઊંટ પેસી જાય છે.” દવાઓ શરીરમાં પ્રવેશ્યા પછી રક્તપ્રવાહમાં ભળે છે તે પછી શરીરના સર્વે ભાગમાં ફેલાઈ જાય છે. જે દવાઓ સૂક્ષ્મ જીવાણુઓને નિષ્માણ અથવા નિષ્ક્રિય કરી શકે છે તે દવાઓ બધા જ ઉપયોગી જીવંત કોષોને અસર કરે જ છે અને તેથી આડ-અસરો પેદા થાય છે.
નિષ્ઠાવંત ડૉ. રિવનબર્ન ક્લાઈમરનો અભિપ્રાય છે : “રોગ નિવારણ કર્યાનો હું દાવો કરતો જ નથી. કોઈ પણ સાચો ચિકિત્સક તેવો દાવો કરી શકે નહિ. રોગોને મટાડવા અને અટકાવવા માટે દવા નહિ પણ કુદરત જ મહાન કામ કરતી હોય છે.'
“કુદરતી રોગપ્રતિકારક શક્તિ એ કોઈ કપોલકલ્પિત વસ્તુ નથી.” એવું મોન્ટ્રીઅલ યુનિવર્સિટીના મુખ્ય ડૉક્ટર શ્રી હાન્સ સેલ્વીએ પ્રયોગો દ્વારા સિદ્ધ કર્યું છે. એમનાં અનેક વ્યાખ્યાનોમાં તેઓ ઉદાહરણો સહિત સમજાવતા હોય છે કે ‘નિસર્ગ-શક્તિ ભૌતિક-રાસાયણિક અને માનસિક તાણનો સામનો કરે છે. અને રોગને અટકાવે છે. આ શક્તિને તેઓ “એડટેશન એનર્જી' તરીકે ઓળખાવે છે. આ કુદરતી રોગનિવારણ-શક્તિ શરીરતંત્રમાં જ સમાએલી છે. માત્ર તેને સંપૂર્ણપણે કાર્યશીલ