________________
૧૦૦
બાર પ્રકારની હિંસાઓ
રાખવાની અને તેને પ્રબળ બનાવવાની જ જરૂર રહે છે.
કેલિફોર્નિયા યુનિવર્સિટીના બે સંશોધકોએ એક અજબ વાત કરી : ‘બ્રિટનમાં તથા અમેરિકામાં લોસ એંજલ્સ ખાતે ડૉક્ટરોએ પાડેલી હડતાલનું ચોંકાવનારું પરિણામ એ આવેલું કે હડતાલ દરમિયાન મૃત્યુનું પ્રમાણ નીચું જતું રહ્યું હતું, અને જેવી હડતાલ ખતમ થઈ કે પાછું મૃત્યુનું પ્રમાણ વધી ગયું.’
આ કારણથી અમેરિકન લોકો નિસર્ગોપચારથી સ્વાસ્થ્યને જાળવવા બહુ જ જાગ્રત થઈ ગયા છે. અમેરિકાની પોર્ટલેન્ડ સ્કૂલ ઓફ મેડીસીનના પ્રોફેસર જોસેફ ડી. માતારાઝોના કથન અનુસાર ‘અમેરિકનો દેશની રાષ્ટ્રીય પેદાશના ૧૦ ટકા રકમ સ્વાસ્થ્યનું જતન કરવા નિસર્ગોપચાર માટે ખર્ચે છે (દવા ઉપર નહિ). ૩૦,૦૦૦ કરોડની રકમ શરીરને નિસર્ગોપચારનાં વિવિધ સાધનોને સત્ત્વવંતુ અને ચુસ્ત રાખવા માટે ખર્ચે છે. વ્યસનો તજવા વ્યાયામ અને ‘યોગા’ કરવા જોઈએ અને બહુ પૌષ્ટિક ખોરાક ન ખાવો જોઈએ વગેરે વાતો તરફ પણ અમેરિકનો હવે સભાન થવા લાગ્યા છે.’
ટૂંકમાં દૂરદર્શનની અને વર્તમાનપત્રોમાં આવતી કેટલીક દવાની ભ્રામક જાહેરાતોથી સાવચેત રહેવાની જરૂર છે.
આપણા ફિસૂફ કવિ અખાએ ગાયું છે : ‘ગુરુ થા તા૨ો જ તું....' એમ આજના નિષ્ઠાવંત નિષ્ણાત તબીબો પણ કહેવા લાગ્યા છે કે : ‘તું જ તારો ડૉક્ટર થા...’
ઔધોગીકરણથી માનવસંહાર
આ દેશ ખેતીપ્રધાન હતો તેથી વધુ તો સંસ્કૃતિપ્રધાન હતો; જે વાત આપણે આગળ ઉપર જોશું. પણ પશ્ચિમી ઢબે ઊછરેલા જવાહરલાલો વગેરેએ આ દેશને ઉદ્યોગપ્રધાન બનાવીને તેની ખેતી અને તેની સંસ્કૃતિને હણી નાખી. ઉદ્યોગો ખરેખર ત ‘ઉદ્યોગ’ શબ્દને લાયક જ ન હતા. ખેર, તેમણે આ દેશની બધી વસ્તુઓને દૂષિત અને પ્રદૂષિત કરી નાંખી. ‘માણસ’ને દૂષિત કર્યા અને પવન, પાણી, નદી, વનસ્પતિ તથા પૃથ્વીને એકદમ પ્રદૂષિત કરી નાંખ્યા.
પ્રદૂષણોએ જીવને માર્યો.
દૂષણોએ જીવનને હણી નાખ્યું.
ઉદ્યોગને એટલી બધી સુવિધાઓ અપાઈ; એમાં જોડાવવાના એટલાં બધાં આકર્ષણો પેદા થયાં કે ગામડાંઓના લાખો માણસો પોતાના વંશપરંપરાગત ખેતી, લુહારી, સુથારી, હાથશાળ-વણાટ વગેરે બાપદાદાના ચાલ્યા આવતા ધંધાઓનો ત્યાગ