________________
૯૮
બાર પ્રકારની હિંસાઓ
નિષ્ણાતોનું માનવું છે.
ઢગલાબંધ ટીકડી, કેપસ્યુલ્સ, ટોનિક, વિટામિન, ઈજેક્શનો વગેરે બને છે. ડૉક્ટરો ખોબલે-ખોબલે દર્દીઓને ખવડાવતા રહે છે અને પ્રજા શ્રદ્ધાપૂર્વક આંખો મીંચીને દવા ગળતી રહે છે. છતાં પ્રશ્ન તો એ છે કે એનાથી પ્રજાનું આરોગ્ય ખરેખર સુધરે છે ખરું? માનવતાની દૃષ્ટિએ વિચારીએ તો પણ ક્યાંથી સુધરે ? કેમકે આવી ઘણી બધી દવા પાછળ મૂંગા પ્રાણીઓની અપાર વેદના ભરેલી છે.
ડાયાબિટીસ માટે ઈસ્યુલીન, દમની દવા, એડ્રેનિલ, થાઈરોડની દવા તથા લીવર એકસ્ટ્રેક્ટ જેવી દવા કતલ કરેલા પ્રાણીઓની વિવિધ ગ્રંથિઓમાંથી મેળવાય છે. “દવા ભરવાની કેસુલો જિલેટીનમાંથી બને છે અને મોટાભાગનું જિલેટીન કતલ કરેલા પ્રાણીઓનાં હાડકાંમાંથી મેળવાય છે. દવાઓમાં વપરાતા અંબરકસ્તુરી-સિવેટ વગેરે પ્રાણીઓ મારીને જ મેળવાય છે. - વિટામીને “એ” અને “ડી” જો સંયુક્ત હોય તો તે જળચર પ્રાણીઓ જેવા કે હેલ-શાર્ક-કોડ વગેરે માછલીઓને મારીને મેળવાય છે. તેમાંથી શાર્કલિવર ઓઈલ, કોડલિવર ઓઈલ, શાર્કફરોલ વગેરે અનેક દવાઓ બને છે. આ વિટામીનો, ટોનિકોનો આડેધડ ઉપયોગ થાય છે. બ્રિટીશ મેડિકલ એસોસિયેશનના ડૉ. જ્યોર્જ પાર કહે છે કે વિટામીન “ડી” એ દેખીતી રીતે વિટામીન જ નથી અને વિટામીન એ”ની ખામી હોય તો તે માટે ઉપર નિર્દિષ્ટ દવાઓ નહિ પણ લીલાં શાકભાજી ખાવાની જરૂર છે.
ટોનિકો અને વિટામીનોની જરૂર દવા મારફત દેવાની હોતી નથી. છતાં ભારતમાં ૬૦ ટકા દવાઓમાં વિટામીન અને ટોનિકો જ હોય છે. વિટામીન “કે'નો ઉપયોગ પોષક તત્ત્વ તરીકે બહુ જ મર્યાદિત છે. વિટામીન “ઈ' કોઈપણ રોગ માટે જરૂરી નથી પણ તેને સેક્સના વિટામીન તરીકે ઘુસાડવાનો પ્રયાસ થાય છે. જાહેરાતો દ્વારા વિટામીનથી શક્તિ વધે અને દર્દીને કોઈ હાનિ પહોંચતી નથી એવી ભ્રામક માન્યતાથી દર્દી તો ઠીક પણ અનેક ડૉક્ટર પણ પીડાય છે.
પશ્ચિમ જર્મનીના એક ડૉક્ટરે કટાક્ષ કરતાં કહ્યું કે ભારત ધનાઢય દેશ હોય એવું લાગે છે નહીંતર ત્યાંની પ્રજા પેશાબમાં વહાવી દેવા માટે અને તે દ્વારા કિડનીને નુકસાન કરવા માટે રોજ આટઆટલી વિટામીનની ટીકડીઓ અને સિરપનું શા માટે સેવન કરે ?
તમામ ડૉક્ટરો જેને ઔષધની ગીતા માને છે એ ક્લિનિકલ ફાર્માકોલોજી'માં