________________
બાર પ્રકારની હિંસાઓ
ગ્રાહકોને લૂંટવાનો ત્રીજો તબક્કો આવે છે ઓપરેશનો કરવાનો. આ ઓપરેશનો કરતી વખતે ગ્રાહકોને ઓપરેશન થીએટરમાં લઈ ગયા પછી તેનાં સગાંવહાલાં કે જવાબદાર માણસ પાસેથી પૈસા પડાવવા ડૉક્ટર બહાર આવે છે કે એક ગાંઠ વધારે છે કે બે હજાર વધારે થશે. ફરીથી પાછા આવે છે કે હવે થોડું વધારે તકલીફવાળું છે, એક હજાર વધારે થશે. આમ બે હજારના કામ સામે પાંચ હજાર વધારે આ શેતાનો લે છે. ગરીબ માણસને પણ જાણે માંદા પડવાનો કોઈ અધિકાર જ નથી તેવું વાતાવરણ હોય છે.
આવા શોષણ કરતા ડૉક્ટરો સામે જેહાદ જગાવવા ગ્રાહક કેન્દ્રોને ફરિયાદ કરવી. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન પણ આ અંગે પગલાં લે છે, તેને પણ ફરિયાદો આપવી.
છેલ્લાં બે વર્ષમાં ગ્રાહકો તરફથી ડૉક્ટરો અંગે ઘણી બધી ફરિયાદો મળેલ છે, જેમાંથી મોટા ભાગની ફરિયાદોનો નિકાલ કરવામાં આવે છે. ડોક્ટરો પોતાની જાતને લોકોના તારણહાર માને છે પણ ખરેખર તપાસ કરો તો તે ગ્રાહકોને ડુબાડનાર સાબિત થાય છે.
પ્રાઈવેટ નર્સિંગ હોમની સ્થિતિ સમગ્ર ગુજરાતમાં જોશો તો ખરેખર દર્દીઓની દયા આવે તેવી છે. “વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને” નસીંગ હોમ માટે નિયમો બનાવેલા હોય છે છતાં આ નિયમોનું કોઈ પાલન થતું નથી. વળી આ નર્સિંગ હોમમાં પણ સ્પેશિયલ રૂમ નામનું કૌભાંડ ચાલે છે. તેમાં સંડાસબાથરૂમની પણ સુવિધા હોતી નથી અને તેમાં રૂ. ૨૦ થી માંડીને રૂ. ૫૦૦ સુધીનું રૂમ ભાડું લેવામાં આવે છે. આ પણ એક મોટું કૌભાંડ છે. નર્સિંગ હોમમાં ૨૪ કલાક ડૉક્ટરો હાજર હોવા જોઈએ, જે હાજર હોતા નથી, છતાં મોટો ચાર્જ લેવામાં આવે છે અને ત્યાં પણ ડૉક્ટરો વીઝીટિંગ ફી પડાવે છે. અમારા અનુભવ મુજબ સ્વચ્છતાના કોઈ નિયમો તેઓ પાળતા નથી. રૂમ બરાબર સાફ રાખતા નથી. હવા-ઉજાસ બરાબર હોતા નથી.
આમાં સરકારનું આરોગ્ય ખાતું પણ એટલું જ જવાબદાર છે. સરકારી દવાખાનામાં ગરીબ માણસોને મોટા ભાગની સેવાઓ વિનામૂલ્ય ઉપલબ્ધ હોય છે. જે દવાઓ દવાખાનામાં નથી હોતી તે સેવાભાવી સંસ્થાઓ મંગાવી આપે છે. વળી આ દવાખાનાની સુવિધાઓ પણ પ્રાઈવેટ દવાખાના કરતાં ઘણી સારી છે.
અમારો જાત-અનુભવ જણાવું છું કે ડૉક્ટરો લેબોરેટરી ટેસ્ટીંગ માટે અમુક જ