________________
બાર પ્રકારની હિંસાઓ
લેબોરેટરી જણાવે છે. તેમાં કોડવર્ડ જણાવેલા હોય છે તે મુજબ રિઝલ્ટ આપવામાં આવે છે. એક જ વસ્તુના જુદીજુદી લેબોરેટરીના ટેસ્ટ એક જ દિવસે જુદાજુદા આવેલા છે. આમ કમળાના ટેસ્ટમાં કમળો બતાવવામાં આવે પછી એમ કહેવામાં આવે કે કમળો કયા પ્રકારનો છે. તે પટાઈટસ “બી”નો ટેસ્ટ કરવો પડશે. જેની કિંમત રૂા.૧૦૦/-લેવામાં આવે છે. આમ આ ષડ્યુંત્રમાં ફસાવું ન હોય તો પોતાની રીતે ડૉક્ટરનું નામ બતાવ્યા વગર ટેસ્ટ કરાવવાથી ઓછું શોષણ થાય છે. આમ લેબોરેટરી ટેસ્ટીંગ પણ એક મોટું તૂત છે.
વળી ડૉક્ટરો જે સાધનો વાપરે છે તેને સાફ કરવા માટે પણ પૂરતી કાળજી લેવામાં આવતી નહીં હોવાને કારણે એકનો રોગ બીજાને થાય છે. વળી પ્રિસ્ક્રીપ્શનમાં જે દવા અને ઈંજેક્શન લખવામાં આવે છે તેનાથી રીએક્શન આવશે કે નહીં તેના ટેસ્ટ કરવા જોઈએ તે પણ કરવામાં આવતા નથી. વળી મેડિકલ સ્ટોરમાંથી દવા બરાબર મળી કે નહીં તે પણ જોવામાં આવતું નથી. આમ આ ધંધો સેવા-મેવા લેવાનો છે. તેમાં એકલો મેવો ડૉક્ટરો ખાતા થઈ ગયા છે.
ડૉક્ટરો સેવાની ભાવના ભૂલી ગયા છે. તે રીતે દવા બનાવનારી કંપનીઓ અને મેડિકલ સ્ટોર્સ પણ આ કૌભાંડમાંથી બાકાત નથી. તેઓ પણ દર્દીને એક દર્દણાંથી સાજો કરીને બીજા દર્દમાં ધકેલે છે, કારણ કે દવા બનાવનાર કંપનીઓ સબસ્ટાન્ડર્ડ દવાઓ બનાવે છે જેનાથી આડ-અસરો ઊભી થાય છે અને ગ્રાહક બીજા દર્દનો ભોગ બને છે. તેવી જ રીતે મેડિકલ સ્ટોર્સવાળા પોતાને ત્યાં દવા ન હોય તો ભળતી જ દવા આપીને અબુધ લોકોને છેતરે છે, લૂંટે છે અને બીજા રોગોના ભોગ બનાવે છે. આપણા દેશમાં ઉત્પાદકતાની પ્રચાર-ઝુંબેશ મુખ્યત્વે કારણભૂત છે.
દવાની દુનિયા દવાની કથા- પ્રાણીઓની વ્યથા
સંકલનઃ જયંતીલાલ પ્રભુદાસ શાહ વિજ્ઞાન અને આધુનિક સંસ્કૃતિ તથા સાધનોએ મનુષ્યને પાંગળો બનાવી દીધો છે.
શરદી થઈ તો દોડ્યા દવા લેવા! કબજિયાત થઈ : “આપો દવા!” માથું દુઃખે છે, “લાવો દવા!