________________
બાર પ્રકારની હિંસાઓ
૮૯
વર્ષ પહેલાંની છે.) દરેક આંદોલન વખતે દર્દી નામના માણસનો ખો નીકળી જાય છે. હાથીઓ (સરકાર અને તબીબો, લડે કે પ્રેમ કરે) ઘાસનો (પ્રજાનો) ખુડદો બોલી જાય છે.
આંકડાઓ કહે છે કે, ભારતના નાગરિકની સરેરાશ આવકમાંથી સરેરાશ ૫૦ ટકા આવક દવા-દારૂ પાછળ ખર્ચાઈ જાય છે. ડૉક્ટરો વગર કારણે સોય ખોસી દે છે અને દર્દીનું ગજવું ઢીલું થઈ જાય છે. એક ગ્રાહકમંડળે સંશોધન કર્યું છે કે, ઈન્ડિયામાં ડૉક્ટરો પાસે એટલું બધું કાળું નાણું છે કે જો બધા ડૉક્ટરો પાંચ વર્ષ ઈમાનદારીથી ટેક્સ ભરે તો રાજીવ ગાંધીએ બરડો ફાટી જાય તેવા જે ટેક્સ નાખ્યા એવા એકેય નવા ટેક્સ નાખવા પડે નહિ. ડૉક્ટરો પણ કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોની મદદથી તબીબો નહિ જેવો ટેક્સ ભરે છે. ૯૯.૯૯ ટકા ડૉક્ટરો સારવારનું બિલ આપતા નથી અને ૯૯.૯૯ ટકા દર્દીઓ બિલ માગતા નથી. દર્દીઓ ડૉક્ટરોને પવિત્ર ગાય જેવા ગણે છે. ડૉક્ટરો પાસે બિલ માગવું એ પેશન્ટોને પાપ કરવા જેવું લાગે છે.
ડૉક્ટરો પાસે કેશમેમો મંગાય? મંગાય જ સ્તો. તબીબો કંઈ દેવના દીધેલ નથી. કરિયાણું વેચતા ગાંધી અને કાપડ વેચતા કાપડિયા પાસેથી બિલ મંગાય તો ડૉક્ટરો પાસે શું કામ નહીં? ગ્રાહક સુરક્ષા માટે ઘડાયેલા કાયદાઓ મજબ જ ધંધામાં નાણાંની લેવડ-દેવડ થાય એમાં બિલ કે કેશમેમો જરૂરી હોય છે. ડૉક્ટરોની ૯૦ ટકા આવક બે નંબરમાં હોય છે. બે-પાંચ લાખ રૂપિયાની પાઘડી આપી દવાખાનાની જગ્યા ખરીદતો તબીબ બધો ખર્ચો દર્દી નામની કન્યાની કેડ પર નાખી દે છે.
તબીબોનો ધંધો સો ટકા નફાવાળો બિઝનેસ છે. તબીબો કમિશન ખાઈ જે કંપની વધારે ભેટ-સોગાદો આપતી હોય તે કંપનીનાં દવા-ઈંજેક્શનો લખી આપે છે. બ્લડ ટેસ્ટ કરતી લેબોરેટરીઓ, ડ્રગ્સ બનાવતી કંપનીઓ અને તબીબોની સિન્ડીકેટો ચાલે છે. તબીબ પોતાના દવાખાનામાં બરાબર નીચોવી લીધા પછી ભાઈબંધ તબીબના દવાખાનામાં સારી રીતે ચેકિંગ કરાવવા મોકલે છે. એક્સ-રે લેબોરેટરીઓ પોતાને ત્યાં જે ડૉક્ટરો બોકડા (ઘરાક) મોકલતા હોય તેને માટે ૨૦ ટકા કમિશન બાજુ પર રાખે છે. દર્દી સાજો થાય એ પહેલાં તો જે તે લેબોરેટરીઓ
બ્લડ ટેસ્ટમાંથી દસ ટકા અને સોનોગ્રાફીમાંથી ૨૦ ટકા કમિશન ડૉક્ટરોના ઘરે પહોંચાડે છે. કોઈ લેબોરેટરીવાળો બિલ આપતો હોય તો હરામ બરાબર છે.
આ ટેસ્ટવાળાઓ પણ કાળાબજારિયાઓની પંગતમાં બેસે છે. ગઈ કાલ સુધી પાંચ રૂપિયામાં ટાંકણી ખોસી લોહી તપાસી લેતા લેબોરેટરીવાળા અત્યારે લોહી