________________
બાર પ્રકારની હિંસાઓ
ચૂસવાના ૫૦થી માંડીને ૫૦૦ રૂપિયા સુધી લે છે. (જો કે હાલ આંક હજારોમાં ગયો છે.) જેવા ઘરાક જેવું ઘરાકના ગજવાનું વજન. જેમ કરિયાણાની દુકાનવાળો દુકાનમાં જગ્યા હોય તો ધંધાના વિકસાથે એક આઈસ્ક્રીમનું ફ્રીજ રાખે એમ અમુક ડૉક્ટરોએ સ્ક્રીનીંગ મશીનો રાખ્યાં છે. દર્દીનાં સારાં કપડાં જોયાં નથી કે ભલામણ કરી નથી. આમ તો બધું બરાબર છે. એક વાર સ્ક્રીનીંગ કરાવો તો બરાબર ખ્યાલ આવી જાય. શેનો ખ્યાલ આવે ડૉક્ટર? દર્દીના ગજવામાં કેટલો મલીદો છે એનો? ગાંધીનગરના એક પ્રાઈવેટ ક્લીનિકનો લેબોરેટરીવાળો માણેકચોકમાં બેઠેલા જેટલું કમાય છે.
સોમાંથી નવ્વાણું ડૉક્ટરો નજીકના મેડિકલ સ્ટોરવાળા સાથે સહિયારું ચલાવે છે. જૂના જમાનામાં કહેવત હતી : વૈદ્ય-ગાંધીનું સહિયારું. ગાંધીની દુકાનમાં જે પડીકાંઓ વધી પડ્યા હોય એ દવા મધ સાથે ચાટવાની એમ વૈદ્ય લખી આપે. ધવંતરીના મોડર્ન અવતારો તેમને સારા કહેવડાવે છે. દવાખાનામાં બેઠાં બેઠાં તબીબો જેટલું કમાય એટલું જ તેને મેડિકલ સ્ટોરવાળો કમાવડાવી આપે છે. રિલીફ રોડ પર આવેલા એક પબ્લિક બિલ્ડીંગનો મેડિકલ સ્ટોરવાળો તેની દુકાન સામે ઓફિસ ખોલીને બેઠેલા ત્રણ ડોક્ટરોની દયાથી મહિને ૭૦,૦૦૦ રૂ.નું ટર્નઓવર રમતાં રમતાં કરે છે. ડોક્ટર ૧૦૦ રૂ.ની દવા લખી આપે તો તેમાંથી ૧૦ રૂ. તેના પાક્કી થઈ જાય છે. તબીબો ભલામણ કરે છે ફલાણી દુકાનમાંથી નહિ ઢીંકણી દુકાનમાંથી જ દવા લાવજો. કેમ? એવો સવાલ જે દર્દી કરે તેની સામે કટાણું મોં કરી તબીબ કહે છે : અમે તમારું કંઈ ખરાબ કરીશું? હવે ડૉક્ટરો દર વર્ષે હિસાબ કરાવે છે. મેડિકલ સ્ટોરવાળો ડૉક્ટરના ઘેર દિવાળીએ વી.સી.આર. પહોંચાડી દે છે.
જેટલા ટકા કમિશન મેડિકલ સ્ટોરવાળો આપે તેનાથી બમણું કમિશન ફાર્માસ્યુટિકલ કંપનીઓ આપે છે. ડૉક્ટરો તેમની પત્નીઓના નામે ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં પૈસા રોકે છે. તેમના જૂનિયરો વાંકા રહીને એ જ દવા લખી આપે છે. સામ, દામ, દંડ, ભેદ અને એવા બધાના કારણે.
મુંબઈમાં અત્યારે બદમાશ તબીબો અને કતલખાના જેવી ફાર્માસ્યુટિકલ કંપની ઉપર પસ્તાળ પડી છે. જે.જે. હોસ્પિટલમાં “ગ્લસરોલ'ને બદલે ડિએથલીન ગ્લાયકોલ જેવો ઝેરી પદાર્થ દર્દીઓને અપાયો એટલે ૧૪ દર્દીઓ સાવ નાહકના મરી ગયા છે. બાકીના ૩૪ દર્દીઓનાં હૃદય, ફેફસાં, કિડની અને મગજ સાવ બહેર મારી ગયાં છે. ‘તમસ' ચાલુ રાખવી એવો નિર્ણય આપનાર જજ બખ્તાવર લેન્ડિને આ આખા કેસની તપાસ કરીને રિપોર્ટ સરકારને આપી દીધો છે. એ રિપોર્ટ મૌલાના આઝાદના