________________
બાર પ્રકારની હિંસાઓ
ભજિયાં ખાય તો મરી જાય છે. આવા ઠોઠ ડૉક્ટરોએ મેડિકલ પ્રોફેશનની આબરૂ રગડી કાઢી છે.
અમદાવાદમાં કન્સ્ટ્રક્શનની સાઈટ પર કામ કરતા એક મજૂરને પગ પર પાવડો વાગ્યો એટલે લોહી નીકળ્યું. બધા અભણ મજૂરો કરે છે એમ તેણે છીંકણી દબાવી એક ગાભો ફાડીને ઘા ઉપર બાંધી દીધો. કામ કરતાં કે પછી ગમે તેમ ઘા પાક્યો. એ ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટર કહે, ઘા પાક્યો છે. નાનકડી અમથી સર્જરી કરાવવી પડશે. હાજર રૂપિયા ખર્ચ થશે. પેટે પાટા બાંધી કરેલી બચત અને ભાઈબંધ-દોસ્તો પાસે માગી મજૂરે પૈસાની વ્યવસ્થા કરી. ડોક્ટરે પગની એડીના ભાગ પર ઓપરેશન કરી પાટો બાંધી આપ્યો. સારું થવાના બદલે ઘા વધારે પાક્યો. ફરી પૈસા લઈ ડૉક્ટરે બીજું ઓપરેશન કર્યું. ઘા પાક્યો અને ધનૂર થઈ ગયું. ડૉક્ટરે પૈસા લીધા ઓપરેશન કર્યું.
એમાં ને એમાં મજૂરનું ગામમાં ઘર હતું તે વેચાઈ ગયું. બૈરી છોકરાં રસ્તા પર આવી ગયાં. રોજી બંધ થઈ ગઈ. માથે દેવાનો દબાઈ જવાય એટલો બોજ થઈ ગયો. એક પગ પણ ગુમાવ્યો. પેલો મજૂર એક ગ્રાહક મંડળ પાસે ગયો એટલે બદનામી થવાના ડરે ડૉક્ટરે પેલા મજૂરને મહિને દોઢ હજાર રૂપિયાવાળી વોચમેનની નોકરી અપાવી દીધી. ડૉક્ટરનું નામ નહિ લખવાનું એ શરતે આ વાત કહેવાઈ હતી.
ઈસ્પિતાલો કતલખાના જેવી બની ગઈ છે. જાહેર સ્વાચ્ય પદ્ધતિઓ સડી ગઈ છે, તબીબો ધીકતો ધંધો કરે છે. અમેરિકા અને બ્રિટનમાં અત્યારે જૂની અને નવી પેઢીના તબીબો વચ્ચે ધડધડી ચાલે છે. નવા તબીબો એઈસના દરદીઓને તપાસવા તૈયાર નથી. તે લોકો કહે છે : “અમને ચેપ લાગી જાય તો ?' પીઢ ડૉક્ટરો કહે છે : ચેપ લાગવાનો ડર હતો તો શા માટે ડૉક્ટર બન્યા હતા? જે ડૉક્ટરો એઈડઝના દર્દીની સારવાર કરવા તૈયાર ના હોય તેમના સર્ટિફિકેટ છીનવી લો.”
સરહદે અડીખમ ઊભા રહેતા સૈનિકોને શહીદ થવાનો અને જાનના જોખમે લડવાનો પગાર મળે છે. ડૉક્ટરોને ચેપ લગાડવાનો જ પગાર મળે છે. છાસવારે એકાદ-બે મહિને ડૉક્ટરો હડતાલ પર ઊતરી જાય છે. સરકાર અને ડૉક્ટરો મોડે મોડે કુલડીમાં ગોળ ભાંગી લે છે અને દરદીઓ સેન્ડવીચ થઈને સબડ્યા કરે છે.
ડૉક્ટરો વાર-તહેવારે સત્તર જાતનાં એલાયન્સ, પ્રમોશનો અને સવલતો માગે છે. મુંબઈમાં તબીબોએ હડતાલ પાડી ત્યારે તેમણે ૪૦ વર્ષની વયે ૫,૯૦૦ થી ૬,૭૦૦ રૂા. જેટલો પગાર થઈ જાય એવી માંગણી કરી હતી. (આ વાત ૧૦-૧૫