________________
બાર પ્રકારની હિંસાઓ
૮૭
પગલાંઓ લઈ રહ્યાં છે અને એકબીજાના માલને પોતાના દેશમાં પ્રવેશતો રોકવા પ્રયાસ કરે છે. અમેરિકાની ફરિયાદ છે કે જાપાન અમેરિકી માલની આયાત કરતું નથી અને જાપાનની ફરિયાદ છે કે અમેરિકા સંરક્ષણાત્મક પગલાં દ્વારા તેના માલની આયાતમાં ઘટાડો કરી રહ્યું છે. અમેરિકા પશ્ચિમ યુરોપમાં કંપનીઓ કબજે કરી રહ્યું છે અને પશ્ચિમ યુરોપમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. બ્રિટનની વેસ્ટલૅન્ડ હેલિકોપ્ટર કંપની કબજે કરવા થયેલી કાતિલ હરીફાઈ તેનું તાજું ઉદાહરણ છે. આ નાનકડી કંપની અમેરિકાના હાથમાં આવે તે માટે થયેલા કાવાદાવાને પરિણામે મંગી થેચરની સરકાર હચમચી ગઈ છે. મેગીનું સિંહાસન ડોલવા માંડ્યું છે.
આમ ૧૦ લાખ ગાયોની કતલ કરવાનું અમેરિકી પગલું એકલદોકલ બનાવ નથી. પ્રજાની ખરીદશક્તિના ઘટાડાનું એ પ્રતિબિંબ છે. એની અસર માત્ર દૂધખરીદી પૂરતી જ મર્યાદિત રહેવાની નથી. અન્ય માલ-વેચાણ ઉપર પણ તેની અસર પડશે અને નફાની રક્ષા માટે તત્પર રેગન સરકારને વારંવાર દરમિયાનગીરી કરવાની ફરજ પડશે.
આપણે પણ આમાંથી સવેળા બોધપાઠ લેવો જોઈશે. આપણા અન્નભંડારો પણ ઊભરાય છે. અન્નનિકાસની સલાહ આપનારાઓ પણ ઓછા નથી. આમ છતાં ભૂખ્યાં જનોની સંખ્યા નાનીસૂની નથી. કૂતરાંની બાજુમાં બેસીને ઉકરડામાંથી એઠવાડ ખાતાં બાળકો રોજિંદું દશ્ય છે અને છતાંય આપણા અન્નભંડારો ફાટફાટ થાય છે. આ અંગે આપણે આજે નહિ વિચારીએ તો ક્યારે વિચારીશું ?
માનવીય મૂલ્યોની બાંગ અમેરિકા સૌથી વધુ પોકારે છે. દૂધનો ભાવ ટકાવી રાખવા ૧૦ લાખ ગાયોની કતલ કરવાના નિર્ણયને માનવીય મૂલ્યો સાથે કોઈ સંબંધ હશે ખરો ?
યમદૂતો અને જલ્લાદો કરતાં ચઢી જાય એવા આજના કેટલાક ડોક્ટરો!
કિરીટ ભટ્ટ : ગુજરાત સમાચાર, તા. ૨૬-૩-૮૮
એક જોક છે. ડૉક્ટર બે ફલ્યુના દર્દીની સારવાર કરતા હતા. એક દરજી હતો અને બીજો લુહાર બંને અંતિમ સ્ટેજ પર હતા. દરજીને થયું, મરવાનું છે તો ભજિયા ખાઈ લઉં. તેણે ભજિયાં ખાધાં એટલે તે તાજોમાજો થઈ ગયો. ડૉક્ટરોએ જાણ્યું એટલે તેણે લુહારને પણ એ નુસખો બતાવ્યો. બીજા દિવસે લુહારની મૈયત નીકળી. ડૉક્ટરે ડાયરીમાં લખ્યું, ફલ્યુમાં દરજી ભજિયાં ખાય તો ઉંમર વધે અને લુહાર