________________
૮૬
બાર પ્રકારની હિંસાઓ
અમેરિકાની જાહોજલાલી તેની બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વિકસિત અને વિકાસશીલ દેશોમાંથી ઉસેડી લવાતા ધન પર છે અને આ બહુરાષ્ટ્રીય કંપનીઓનો નફો જોખમમાં મુકાય ત્યારે રાજ્ય સક્રિય દરમિયાનગીરી અને જરૂર જણાય ત્યારે સશસ્ત્ર દરમિયાનગીરી કરતાં પણ અચકાતું નથી. પણ આ પરિસ્થિતિ અનંતકાળ ચાલવાની નથી. લૂંટાતાં રાષ્ટ્રો વહેલાંમોડાં તેનો અંત લાવીને જ જંપશે.
અમેરિકી અર્થકારણની પાયાની નબળાઈ આવકની અસમાનતાની ઘે૨ી ખાઈ છે. આવકની અસમાનતા અંતે તો ઉત્પાદિત માલસામાનના વેચાણ માટેના બજારોના ઘટાડામાં જ પરિણમે છે. વૈજ્ઞાનિક અને ટેક્નૉલૉજિકલ ક્રાંતિને કારણે ઔદ્યોગિક વિકાસ માટેની અપાર શક્યતાઓ પેદા થઈ છે પણ આ ઉત્પાદિત માલને ખરીદનારી બહુમતી જનતાની આમદાનીમાં કીડીની ગતિએ વધારો થાય છે. ઉત્પાદન વધારી શકે તેવાં જંગી કારખાનાંઓ હોવા છતાં આ કારખાનાંઓમાં કામ કરવા બેકારોની લાંબી લાઈન હોવા છતાં પણ ઉત્પાદનમાં ઘટાડો કરી કૃત્રિમ અછત ઊભી કરવાનો માર્ગ લેવો પડે એવી ત્યાંની કરુણતા છે.
આમજનતાની જીવન નભાવવા માટેની જરૂરિયાતની દૃષ્ટિએ ઉત્પાદિત માલસમાન માટેનાં બજાર અસ્તિત્વ ધરાવે છે પણ ઓછી આવકના કારણે તે ખરીદવાની તેમની શક્તિ નથી. આમ આવકની અસમાન વહેંચણીને કારણે બજારો વિસ્તરવાને બદલે સંકોચાતાં જાય છે. પરિણામે ઉત્પાદનમાં કાપ મૂકવો પડે છે. આને કારણે વધુ લોકો બેકાર બને છે અને તેમની ખરીદશક્તિ ઘટે છે અને બજારો વધુ સંકોચાય છે. આ પ્રક્રિયા આર્થિક મંદીમાં પરિણમે છે.
ત્યાંનો સમાજ નિવારી ન શકાય તેવી પ્રક્રિયાના સકંજામાં વારંવાર આવતો રહે છે. વધુ નફો મેળવવા માટે મજૂરોને ઓછું મહેનતાણું કે ઓછો પગાર આપવો જોઈએ. પોતાની પેદાશના વેચાણ માટે લોકોની આમદાની વધુ વધા૨વી જોઈએ જેથી માલ ખરીદવા માટેની બચત તેમની પાસે જમા થાય. આમ કરવું હોય તો વધુ પગાર આપવો જોઈએ પણ એથી તો નફામાં કાપ પડે. આનો ઉકેલ વિદેશોમાં બજારો શોધવાનો છે. આ માટે અન્ય રાષ્ટ્રોને હડસેલી બજાર કબજે કરવાં પડે. આમ કરવા જતાં રાજકીય રીતે સાથીદાર ગણાતાં રાષ્ટ્રો સાથે આર્થિક-વેપા૨ી વિસંવાદ ઊભો થાય.
અમેરિકા, તેનાં સાથીદાર પશ્ચિમી રાષ્ટ્રો અને જાપાન આ પ્રકારમાં આંતરિક વિરોધમાંથી પસાર થઈ રહ્યાં છે. બજારોની આ હરીફાઈમાં આ ત્રણે જૂથો એકબીજા ઉપર સરસાઈ મેળવવા ભારે હરીફાઈ કરી રહ્યાં છે. એકબીજા વિરુદ્ધ સંરક્ષણાત્મક