________________
બાર પ્રકારની હિંસાઓ
માનવીના શરીરમાં કેટલાંક અંગ એવાં છે જેનું દાન જીવતાં થઈ શકે છે, જ્યારે કેટલાંક અંગ એવાં છે જેનું દાન માનવી પોતાના મૃત્યુ પછી કરી શકે છે. આંખ, કાન અને કિડનીનું દાન માનવી જીવતાં કરી શકે છે, જ્યારે હૃદયનું દાન મૃત્યુ પછી કરી શકાય છે. આ સમગ્ર બાબત આમ તો અટપટી છે, અને તેમાં દાન આપનાર, લેનાર અને તબીબી વ્યવસાય સંકળાયેલા હોય છે. જો કે આ બાબતમાં હજી આપણા દેશમાં કેન્દ્ર સરકારે કોઈ કાયદા નથી કર્યા, પણ આ બાબતમાં સક્રિય વિચારણા થઈ રહી છે.
આ બાબતમાં ઑથોરિટી ફોર ધ યુઝ ફોર થેરાપ્યુટિક પરપઝ હેઠળ આયઝ એકટ ૧૯૮૨ તથા ઈયર ડ્રમ ઍન્ડ ઈયર બોમ્સ એકટ, ૧૯૮૨નો સંદર્ભ આપી શકાય છે. જે કોઈ વ્યક્તિ પોતાનાં આંખ-કાનનું દાન આપવા માગતી હોય તેને તથા દાન લેનાર વ્યક્તિને આ કાયદાઓ લાગુ પડે છે. ૧૯૫૭માં તે વખતના મુંબઈ રાજ્ય ધ બોમ્બે કૉર્નિયલ ગ્રાફટિંગ એક્ટ કર્યો હતો અને તે કાયદા હેઠળ કોઈ પણ વ્યક્તિ આંખનું દાન કરી શકતી હતી. ત્યારબાદ આ કાયદાને કેન્દ્ર સરકારે ૧૯૬૪ સુધી લંબાવ્યો હતો, પરંતુ પછીથી આ કાયદાની જગ્યાએ બીજો કાયદો લાવવામાં આવ્યો હતો.
ઉપરના બંને કાયદાઓમાં અંગોનું દાન દેનાર, લેનાર તથા સંબંધિત ડૉક્ટરનું સંપૂર્ણ રક્ષણ થતું હતું. હવે આ તમામ બાબતોમાં સૌથી મહત્ત્વની વાત અંગનું દાન આપનાર વ્યક્તિની સંમતિની છે. આવી સંમતિ સંપૂર્ણ સ્વૈચ્છિક અને પૂરેપૂરી માનસિક જાગૃતિ સાથે હોવી જોઈએ. વળી, સંબંધિત દાની ઉંમરથી અને સમજણથી પૂરેપૂરો પાકટ હોવો જોઈએ. બીજી એક ખાસ અને મહત્ત્વની વાત એ છે કે એક વખત પોતાના અંગનું દાન આપવાની ઓફર કરનારી વ્યક્તિ કદાચ પછીથી કોઈ પણ કારણસર પોતાની ઓફર પાછી ખેંચી લે અથવા તો અંગનું દાન આપવાની પછીથી ના પાડે તો તે વ્યક્તિને અંગના દાનની ફરજ ન પાડી શકાય, તેનું પરાણે
પરેશન કરીને તેના શરીરમાંથી કોઈ અંગ કાઢી ન શકાય. માણસનું શરીર તેનું સ્વાંગ છે, તેનું પોતાનું છે, તેના ઉપર તેનો એકલાનો જ અધિકાર છે, તેની મરજી વિરુદ્ધ તેના શરીર સાથે કોઈ જાતની ખતરનાક રમત ન રમી શકાય. ૧૯૭૮માં મેકફોલ નામના એક અમેરિકનના કેસમાં કોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે મેક્ફોલ ઉપર જો તેના શરીરના અંગનું દાન કરવામાં દબાણ કરવામાં આવશે કે તેની મરજી વિરુદ્ધ તેના અંગો લેવામાં આવશે તો તે વ્યક્તિના સ્વાતંત્ર્ય ઉપર એક મોટી તરાપ હશે. માનવીના શરીર સાથે તેની મરજી વિરુદ્ધ બળજબરી ન કરી શકાય. આ બાબતમાં