________________
૪૬
બાર પ્રકારની હિંસાઓ
પ્રયોગ માનવી ઉપર કર્યો ત્યારે જણાયું કે એ પચવામાં ભારે છે. આથી વિદેશોમાં તો હવે ઈંડાં નહીં ખાવાની ફેશન શરૂ થઈ ગઈ છે. એનું એક બીજું કારણ એ પણ છે કે અમેરિકા અને બીજા દેશમાં ૫૦ ટકા મૃત્યુ ફક્ત હૃદયરોગના કારણે જ થતાં જોવામાં આવ્યાં છે.
આપણે ત્યાં ઈંડાં નહીં ખાવાનું કહેવા પાછળના બીજાં બે કારણો પણ છે. ઈંડાંની છાલમાં લગભગ ૧૫ હજાર છિદ્રો હોય છે. એ છિદ્રો સૂક્ષ્મદર્શકમાં જ જોઈ શકાય છે. એ છિદ્રો દ્વારા લાખો જીવાણુઓ ઈંડાંમાં પ્રવેશી જાય છે અને ઈંડાંને ખરાબ કરે છે. ઈંડાંમાંથી દુર્ગંધ આવવાનું કારણ એ જ છે.
બીજું કારણ ઈંડાંમાંથી મળી આવતું ડી.ડી.ટી. છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા કરાયેલી મોજણીમાં જાણવા મળ્યું છે કે, ભારતના શાકભાજી અને ઈંડાંમાં ડી.ડી.ટી. મળી આવે છે. એમાં પણ ઈંડાંમાં ડી.ડી.ટી. વધુ પ્રમાણમાં મળી આવે છે. કારણ કે ભારતભરમાં મરઘીઓને રોગચાળાથી બચાવવા માટે ડી.ડી.ટી. જેવી દવાઓનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. આથી ઈંડાં ખાનારાઓના પેટમાં સારા પ્રમાણમાં ડી.ડી.ટી. જમા થવા લાગે છે અને પછી ચિત્રવિચિત્ર પ્રકારના રોગનો ભોગ બને છે.
...ને હવે સસલાં-ઉછેર કેન્દ્રો
તા. ૧૬-૯-૮૯ના ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં સસલાં-ઉછેરની યોજનાની જાહે૨ાત પ્રાણી-ઉછે૨ ખાતાના એડિશનલ ડાયરેક્ટર શ્રી ઓ.ટી. વેંકટશેટ્ટીએ પત્રકાર પરિષદમાં કરી છે.
હિમાચલ પ્રદેશમાંથી સસલાંઓને લાવવા - ખેડૂતો માટે તેની કેળવણીની વ્યવસ્થા કરવી... અનેક ખેડૂતો તથા તેના કહેવાતા વેપા૨ીઓને જોઈએ તેટલી સહાય કરવા દ્વારા આ યોજનાને આગળ વધારવા પ્રોત્સાહન આપવું... અદ્યતન ટેકનોલોજી દ્વારા સસલાંઓનું વધુ ને વધુ ઉત્પાદન વધારવું... એક વર્ષમાં લાખો સસલાઓ ઊછરી શકે તેવી મોટી મોટી વેપારી સંસ્થાઓને આ માટે પ્રેરણા તથા પૂરી જોગવાઈઓ કરી આપવી... ને અંતે લાખો કરોડો સસલાઓનાં કાસળ કાઢી તેના માંસ દ્વારા માંગને પહોંચી વળવું. તેની ચામડી-રૂંવાટી દ્વારા ચર્મઉદ્યોગ અને ઊનનાં બજારોને છલકાવી દેવાં (એની ચીસો ઉપયોગમાં નથી લઈ શકાતી, નહીં તો સરકાર એ પણ છોડે તેમ નથી).... આ છે સ૨કા૨નું નવું સર્જન...!