________________
બાર પ્રકારની હિંસાઓ
૪૫
સર્વોતમ ઈનામ હૃદયરોગ ઉપર એમણે કરેલા સંશોધન માટે મળ્યું હતું.
એમનું કહેવું છે કે હૃદયરોગ લાવનાર એક મુખ્ય કારણ ઈંડાં છે. અમેરિકામાં ઈંડાં આપણે જેમ શાકભાજી ખાઈએ એમ, સાહજિકતાથી ખવાય છે.) તેઓ કહે છે કે હૃદયરોગ બાળપણથી જ લાગુ પડી ગયો હોય છે, પરંતુ એની જાણ મોટી ઉંમરે થાય છે. બાળકો ઈંડા ખાય એમાં કંઈ નુકસાન થતું નથી એવી જે માન્યતા છે એ આથી ખોટી ઠરે છે. ઈંડા ખાવાતી બાળકો બહારથી ભલે હૃષ્ટપુષ્ટ દેખાતાં હોય પરંતુ અંદરથી હૃદયરોગનાં બીજ વાવીને બેઠાં હોય છે!
આ વૈજ્ઞાનિકોએ કરેલી શોધ પ્રમાણે, દરેક માનવીના શરીરમાં કોલેસ્ટ્રોન નામનું એક તત્ત્વ ઉત્પન્ન થાય છે અને એ તત્ત્વ ખોરાક દ્વારા પણ મળી રહે છે. આ તત્ત્વ વનસ્પતિ અને ભાજીમાં નહિવત્ હોય છે; જ્યારે ઈંડાં અને માંસમાં ખૂબ જ પ્રમાણમાં હોય છે.
શરીરમાંના હોર્મોન્સ અને મેમ્બરીન સેલ આ કોલેસ્ટ્રોન તત્ત્વમાંથી બને છે. શરીર માટે આ તત્ત્વ જરૂરી છે. પરંતુ કોલસ્ટ્રોન જો રક્તવાહિનીઓમાં જામવા લાગે તો શરીરમાં ફરતા રક્તપ્રવાહમાં અડચણ ઊભી થાય છે. ધીરે ધીરે એ એટલો બધો જામી જાય છે કે રક્તપ્રવાહ અટકી જાય છે અને હૃદય પણ કામ કરવાનું બંધ કરે છે. એને જ “હાર્ટ એટેક' કહે છે. મગજમાં જો રક્ત ન પહોંચે તો એને “સ્ટ્રોક” કહે છે અને આ જ પદાર્થ મુત્રાશયમાં પથરીના નામે ઓળખાય છે.
આ ડોક્ટરોએ જે શોધ કરી એ મુજબ રક્તમાં મળતો લોકેસીટી લિયોપ્રોટીન' (એલ.ડી.એલ.) કોલસ્ટ્રોન સાથે રક્તમાં વહે છે. શરીરમાં હૃદય અને અન્ય ભાગોના સેલમાં રીસ્પટર’ નામનો એક પદાર્થ છે એ આ એલ.ડી.એલ. અને કોલેસ્ટ્રોનને રક્તમાંથી દૂર કરે છે. એના કારણે રુધિરાભિસરણમાં કંઈ વાંધો નથી આવતો.
આ વૈજ્ઞાનિકોનો મત એવો છે કે જેઓ ઈંડાં અને માંસ ખાય એમના શરીરમાં આ “રિસ્પેટરોની સંખ્યા ઘટી જાય છે. આથી રક્તમાં કોલેસ્ટ્રોનનું પ્રમાણ વધવા લાગે છે અને હૃદયરોગની ત્યારથી શરૂઆત થાય છે તે “હૃદયરોગના હુમલા'થી અટકે છે.
ઈંડાંમાં આ કોલસ્ટ્રોન સૌથી વધુ પ્રમાણમાં મળી આવે છે. આથી ઇંડાં ખાનારાઓને ચેતવવામાં આવ્યા છે.
અત્યાર સુધી ઈંડાંને સુપાચ્ય સમજવામાં આવતાં હતાં. કારણ કે એના પ્રયોગ ફક્ત જનાવરો ઉપર જ કરવામાં આવતા હતા; પરંતુ કેટલાક વૈજ્ઞાનિકોએ ઈંડાંનો