________________
બાર પ્રકારની હિંસાઓ
એમ થાય કે આ હિન્દુસ્તાન છે કે “કબ્રસ્તાન”? શું ભારતની પ્રજા જંગલમાં વસતાં જંગલી પશુઓ કરતાંય વધુ જંગલી (રાક્ષસી) છે? સરકાર લોકોની આંખમાં ધૂળ નાંખવા કહે છે કે લોકોની માંસની માંગ .. અને બજારોમાં રહેતી તેની તંગીને પૂરવા આ લાંબાગાળાની યોજના છે. જો માંસનું ઉત્પાદન ઓછું છે તો વિદેશોમાં લાખો ટન માંસની નિકાસ શા માટે કરાય છે? વિકસતા દેશોમાં જેનું વિશિષ્ટ સ્થાન છે, જે ધરા, ધન-ધાન્ય અને ફળ વનસ્પતિઓથી છલકતી જ રહી છે. મબલખ પાક સદાય ઊભરાતો જ રહ્યો છે એ જ હિન્દુસ્તાનમાં રાજકીય કુટિલતાના જોરે તેમજ ભારતવર્ષની પ્રજાના પાપોદયે રોજિંદી આવશ્યક ચીજોને પણ પરદેશભેગી કરી તેની કૃત્રિમ તંગી ઊભી કરાય છે.
ને તેથી બળાત્કારે અહિંસક ઇહિંદુ પ્રજાને પાશવિક વૃત્તિવાળી બનાવવામાં આવે છે. ને બિચારાં નિર્દોષ પશુઓને, રમતાં ખીલતાં નાજુક પ્રાણીઓને રીબાવી રીબાવીને ખલાસ કરવામાં આવે છે. હિંસાએ એવી માઝા મૂકી છે કે હવે પતંગિયાંની ચટણી થવા લાગી છે; સાપના સૂપ બનાવ્યા છે; તીડનાં અથાણાં બનવા લાગ્યાં છે; કરચલા - કાચા ને કાચા ગોળની જગ્યાએ ખવાય છે; એ લોસ્ટરનું શાક પણ બને છે; ઈયળો વઘારેલા મરચાની જેમ વપરાય છે; ઈંડાં અને માછલીઓ તો હવે ભૂતકાળ બની ગયો છે.
યાદ રાખીએ કે એક પણ ધર્મ જીવોની હિંસા કરવાની રજા નથી આપતો અને પ્રકૃતિનો નિયમ છે કે, બીજા જીવોને ત્રાસ પમાડીને આપણે ક્યારેય સુખી નથી થઈ શકતા.
પહેલાં માનવોનાં પેટ ભરવા પશુઓને રીબાવી રીબાવીને મારવાં, પછી તેના જ માંસમાં રહેલાં એસિડિક ઝેરી તત્ત્વોને પરાણે પણ માણસના પેટમાં પધરાવી માણસને પણ રીબાવી રીબાવીને મારવો. આ કેવું વિષચક્ર? શું પ્રજા ભોળી છે? કે રાજનીતિ કુટલિ છે?
એક બાજુ સંસ્કૃતિની રક્ષા માટે દેશભરમાં બૂમરાણો મચી છે તો બીજી બાજુ સંસ્કૃતિનો જડમૂળથી નાશ કરતી આવી યોજનાઓ રોજબરોજ બહાર આવતી જાય છે. તેનો સ્પષ્ટ વિરોધ કરવા ભાગ્યે જ કોઈ બહાર નીકળે છે. વિશ્વના ૧૮૦ દેશોએ હાથીદાંતની આયાત-નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છતાં હિન્દુસ્તાનને તેની કોઈ અસર ન થઈ. પણ ઉપરથી તે જ સમયે આંતરરાષ્ટ્રીય ગણાતા મોરનાં પીછાંની નિકાસ કરવાની યોજનાને અમલમાં મૂકી પોતાની કઠોરતા-ક્રૂરતાને મૂર્ખામીને પ્રદર્શિત કરી છે. સ્વામી વિવેકાનંદ પણ કહે છે કે “જે હિંદુ છે તે ધર્મનો રક્ષક છે,