________________
બાર પ્રકારની હિંસાઓ
૪૩
નથી થતું માટે આ તો શાકાહાર ગણી જ શકાય. જીવવિજ્ઞાનનો પ્રાથમિક અભ્યાસ કરનાર માણસ પણ કહી શકશે કે પ્રજનન માટે તૈયાર થતું માદા અંડ પોતે પણ એકકોષી જીવ છે. એટલે મરઘાના સંયોગ વગરના મરઘીના ઈંડામાં પણ જીવ તો હોય જ છે અને આ જીવ કોઈ કાકડી, ટમેટાં કે તરબૂચનો જીવ નથી પણ મરઘીનો જીવ છે, એ વાત તો કાંઈ નકારી શકશે નહિ. આ ઇંડાં પર જો મરઘાનું પુરુષબીજ પડે તો તેમાંથી જરૂર બચ્ચે પેદા થાય. આ ઈંડું જો, ખરેખર નિર્જીવ હોય તો તેમાંથી ક્યારેય બચ્ચે પેદા થઈ શકે નહિ.
પાંચેક વર્ષ પહેલાં ઈંડું શાકાહારી ગણાય કે માંસાહારી એ પ્રશ્ન ગુજરાતમાં ગરમાગરમ ચર્ચા ચાલી હતી. આ અખબારી યુદ્ધમાં એક બાજુ હતી ગુજરાત સ્ટેટ પોસ્ટ્રી ફાર્મસ કો-ઓપરેટિવ સોસાયટી અને તેનો વિરોધ કરી રહી હતી હિંસા નિવારણ સંઘ નામની જૈન સંસ્થા. મરઘા પાલકોની સોસાયટી પોતાનું વેચાણ વધારવા ઈંડાંને શાકાહારમાં ખપાવતી જાહેરખબરો આપી રહી હતી. હિંસા નિવારણ સંઘે આ જાહેરાતોને હાઈકોર્ટમાં પડકારી હતી. આ ગજગ્રાહમાં સૌથી રસની વાત એ હતી કે મરઘાપાલકોની સહકારી સોસાયટીના પ્રમુખપદે ડૉ. દેઢિયા નામના જેન હતા અને તેમનો વિરોધ કરી રહેલી સંસ્થા પણ જેનોની જ બનેલી હતી. આ વિવાદ વખતે મેં ડૉ. દેઢિયાની એક મુલાકાત લીધી હતી. આ વખતે થયેલી ચર્ચામાં ડૉ. દેઢિયાએ કબૂલ્યું હતું કે કહેવાતાં શાકાહારી ઈંડાંમાં પણ જીવ તો છે જ. ઈંડાંને શાકાહાર ગણાવનારાઓ ખુદ સાચી વાત જાણે છે પણ તેઓ બદઈરાદાથી ખોટો પ્રચાર કરી રહ્યા છે. આ પ્રકારનું મુખ્ય કારણ એ છે કે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં હજી મોટી સંખ્યામાં લોકો શાકાહારી છે. ભારતના તમામ ધર્મોમાં માંસાહારનો નિષેધ કરવામાં આવ્યો છે. જે લોકો માંસાહાર કરે છે તેઓ પણ ઘણી વાર ઘરના લોકોથી આ વાત છુપાવે છે. ઈંડાંને શાકાહારી સિદ્ધ કરી તેઓ ગ્રાહકોનું આખું નવું જૂથ તૈયાર કરવા માગે છે. આ માટે તેઓ બેડરૂમ જૂઠાણાંઓ બોલે છે.
ભારત જેવા ગરીબ દેશમાં પ્રજાના પોષણની સમસ્યા વિકટ બનતી જાય છે. લોકો અપોષણની અનેક બીમારીઓથી પીડાઈ રહ્યા છે એ નક્કર હકીકત છે. સરકાર જો આ બાબત પ્રત્યે ખરેખર સજાગ હોય તો તેણે સસ્તા, નિર્દોષ અને સુપ્રાપ્ય પોષણના પદાર્થોને પ્રોત્સાહન આપવું જોઈએ. સરકારી નીતિઓને પાપે એક બાજુ કઠોળ જેવા પૌષ્ટિક પદાર્થનું ઉત્પાદન ઘટતું જાય છે અને તેના ભાવો આસમાનને અડે છે. બીજી બાજુ મરઘાપાલન અને મચ્છીમારી જેવા ઉદ્યોગોને કરોડો રૂપિયાની સબસિડી અપાય છે અને ઈંડાંની જાહેરખબરો પાછળ બીજા લાખોનું આંધણ કરવામાં