________________
૪૨
બાર પ્રકારની હિંસાઓ
ઈંડાંને શ્રેષ્ઠ ખોરાક ગણાવનારાઓ ભૂલી જાય છે કે ૧૦૦ ગ્રામ ઈંડામાંથી માત્ર ૧૬૦ કેલરી જ પ્રાપ્ત થાય છે. જ્યારે મગ, અડદ, મસૂર, ચણા, વટાણા જેવા કઠોળમાં દર ૧૦૦ ગ્રામે ૩૨૫ થી ૩૫૭ કેલરી ગરમી મળે છે. ઈંડાંથી ત્રણગણી શક્તિ મગફળીમાં મળે છે એ હકીકત પણ શાકાહારીઓને જણાવવી જોઈએ. ઈંડાંનાં પ્રચારકોની મુખ્ય દલીલ એ છે કે તેમાં પુષ્કળ પ્રોટીન છે. ૧૦૦ ગ્રામ ઈંડાંમાં ૬.૮ ગ્રામ પ્રોટીન હોય છે (જાહેરખબરમાં તો થોડું પ્રોટીન ઘરનું ઉમેરી સાત ગ્રામ બતાવાય છે, પરંતુ તમામ કઠોળોમાં ૧૪ ગ્રામ અથવા વધુ પ્રોટીન હોય છે. તલ અને મગફળી જેવાં તેલીબિયાંમાં તો આ પ્રમાણ ૨૧થી ૨૫ ગ્રામ થઈ જાય છે. એક રૂપિયાનાં ઈંડાં ખાવાથી જેટલું પ્રોટીન મળે છે તેટલું પ્રોટીન કઠોળ અથવા મગફળીમાંથી મેળવવા માટે ચાળીસ-પચાસ પૈસા જ ખર્ચવા પડે છે.
એક વખત માની લીએ કે પોષણની બાબતમાં નોબેલ પારિતોષિકવિજેતા વિજ્ઞાનીઓ જૂઠા છે અને ઈંડાંના પ્રચારકો સાચા છે તો પણ ઈંડાંને શાકાહારી કયા અળવીતરા તર્કથી બતાવાય છે તે સમજાતું નથી. શાકાહાર અથવા અન્નાહારની સરળ વ્યાખ્યા કરીએ તો જે વસ્તુ વૃક્ષ અથવા છોડ પર ઊગે તેને શાકાહાર કહેવાય. શું ઈંડું વૃક્ષ પર ઊગે છે? ના, તો પછી તેને શાકાહાર શી રીતે કહી શકાય?
આવા પ્રચાર સામે જ શુદ્ધ શાકાહારીઓનો મુખ્ય વાંધો છે. ઈંડાંને શાકાહાર સાબિત કરવા માટે જાતજાતની ઉટપટાંગ દલીલો કરવામાં આવે છે. એક તર્ક એવો છે કે ઈંડાંમાં કોઈ જીવ નથી, માટે શાકાહારી ગણાય. જો આ દલીલ માની લઈએ તો બકરાને કે બળદને મારી નાખ્યા પછી તેના માંસમાં પણ કોઈ જીવ નથી રહેતો એટલે તેને પણ શાકાહાર માનવો પડે. તેઓ બીજી દલીલ એ કરે છે કે દૂધ પ્રાણીના શરીરમાંથી મળે છે છતાં શાકાહારીઓ તેનું સેવન કરે છે; તેવી જ રીતે ઇંડાં મરઘી આપે છે માટે તેને પણ શાકાહાર ગણી શકાય. દૂધમાં અને ઈંડાંમાં એક પાયાનો તફાવત છે. ગાય કે ભેંસના શરીરમાં જે દૂધ પેદા થાય છે તે પોષણના હેતુથી થાય છે. દૂધમાંથી ક્યારેય ગાય પેદા થતી નથી, કારણ કે તેમાં જીવ નથી હોતો. આ કારણે દૂધ વાપરવામાં શાકાહારીઓને કોઈ વાંધો હોઈ શકે નહિ. ઈંડાંની વાત સાવ અલગ છે. મરઘીના શરીરમાં ઈંડું તૈયાર થાય છે. તેનો હેતુ નવા જીવના સર્જનનો હોય છે. ઈંડાંમાંથી મરઘી પેદા થઈ શકે છે, માટે તેને શાકાહાર ગણી શકાય નહિ.
ઈંડાંને શાકાહારમાં ખપાવનારાઓ પાસે હજી એક દલીલ બાકી રહે છે. તેઓ કહે છે, મરઘાના સંયોગ વગર મરઘી જે ઈડું મૂકે તેમાંથી તો ક્યારેય બચ્ચું પેદા