________________
બાર પ્રકારની હિંસાઓ
છે. બચ્ચાના શરીરનો ચંચળ ભાગ તેની ચાંચ છે. આ ચાંચને એટલા માટે કાપી નખાય છે કે તે પિંજરામાં પુરાય ત્યારે બીજી મરઘીઓ સાચે ચાંચથી લડાઈ ન કરે. મરઘી માદા હોય અને ઇંડાં આપવાની હોય તેને જુદી તારવવામાં આવે છે. મરઘીના ભાઈની હાલત જોવા જેવી છે. આ બધા નર મરઘાને પ્લાસ્ટિકના મોટા થેલામાં ખડકવામાં આવે છે. અને તેમાં દબાવીને, ગૂંગળાવીને મારી નખાય છે. એ પછી પણ મરઘા ન મરે તો ક્લોરોફોર્મ છોડાય છે. બધાં જ બચ્ચાં મરી જાય પછી ૩૦ મિનિટ સુધી સખત ગરમી અપાય છે અને પછી એ મડદાંઓને દળીને તેનો પાવડર બનાવીને, એ પાવડર જ તેની “જાતભાઈ” અગર કહો કે “જાત-બહેનો' જે ઈંડાં મૂકતી હોય તેને “પૉસ્ટ્રી ફીડ” તરીકે ખવડાવાય છે.
બાકી ઈંડાં આપીને કમાણી કરનારી મરઘીઓ હોય તેને લાઈનબંધ પિંજરામાં પુરાય છે. પાંચ ફૂટ ઊંચો આ ખડકલો હોય છે. દરેક પિંજરામાં ૮ થી ૧૦ ચિક મરઘી હોય છે. તેમની નાનકડી પાંખને તેઓ પ્રસરાવી ન શકે તેટલી ગિરદી પિંજરામાં હોય છે.
મરઘીના વૈજ્ઞાનિક પાલનની ઘાતકી કિતાબના નિયમ પ્રમાણે જ પિંજરામાં આ ગિરદી કરવી પડે. નહીંતર મરઘીનો ધંદો નુકસાનકારી બની રહે. પિંજરામાં પુરાયા પછી આ મરઘી કદી જ બહારની દુનિયા જોતી નથી. ૪૦ વર્ષ પહેલાં જે માંસાહારી મિત્રો અને તેને રવાડે ચડેલા હિન્દુ મિત્રો કોઈ કોઈ વાર ઈંડાં ખાતા તે મરઘીઓ જુદી હતી અને ઈંડાંઓ જુદાં હતાં. એ મરઘીઓ ખેતરમાં ફરતી હતી, હવે તો પોતાની જ વિષ્ટા ખાતી, પોતાનાં જ બચ્ચાંનો પાઉડર કરીને ખાતી અને અમેરિકાથી આયાત કરેલાં ગંદાં ખાદ્યો ખાતી મરઘીઓનાં ઈંડાં ખવાય છે. જે જૈન મહિલાનો જુવાન દીકરો ઇંડાંની આમલેટ ખાતો હોય તે મહિલાને મરઘીનાં પિંજરામાં નહીં પણ મરઘી માટે જે આહાર બને છે તે જગ્યાએ પાંચ કલાક ઊભી રાખો તો પછી કદી જ તે તેના દીકરાને ઈંડાં ખાવા ન દે એટલી બદબૂ ત્યાં આવતી હોય છે. મરઘી પિંજરામાં પુરાઈ હોય તે ઘણી વખત પાણી કે ખોરાકને આંબવા બીજી મરઘી ઉપર ચઢીને તેને કચડતી કચડતી ખાય છે. પિંજરામાં ચીસાચીસ થાય છે. કેટલાક ચાર પાંચ સપ્તાહના ચિકને હૃદયરોગનો હુમલો થવાથી તેઓ મરી જાય છે.
એક મરઘીનું આયુષ્ય બાર વર્ષનું હોય છે. પિંજરામાં પુરાયા પછી બીજે વર્ષે તેની પાંખો કપાઈ જાય છે. તે દૂબળી બની જાય છે. જો મરઘી બરાબર ઈંડાં ન આપે તો તેની કતલ કરીને તેની જગ્યાએ સારી મરઘી મુકાઈ જાય છે. આ પિંજરે પડેલી મરઘીઓમાં ૨૦ ટકા તો કેન્સર કે શ્વાસના રોગથી મરી જાય છે. ઈંડાં આપનારી