SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ બાર પ્રકારની હિંસાઓ પત્નીઓ અને જે મૅગેઝિનો ઈંડાં ઉત્પાદકસંઘની પ્રચાર જાહેરખબરો છાપે છે તેના તંત્રીઓની પાંચ પત્નીઓ મારી સાથે આવે અને મરઘીઓનું કહેવાતું વૈજ્ઞાનિક ઢબનું જે પાલન થાય છે ત્યાં પાંજરામાં માત્ર ત્રણ કલાક મરઘીઓ વચ્ચોવચ્ચે બેસે અને પછી ફેંસલો કરે કે આ મરઘીઓનાં ઈંડાં ખાઈ શકાય, તો હું ઈંડાનો વિરોધ નહીં કરું. ભેંસો ચરતી હોય, ખેતરોમાં ગાયો ચરતી હોય કે ઘરના વાડામાં કે જંગલોમાં મરઘીઓ “કુકર કુકર' કરીને ચણ કે ચારો ચરતી હોય તે દૃશ્ય રળિયામણું છે. તે બધાંને ચારો કે ચણ ખાતાં જોવાની મજા પડે છે. એક કે સવા ફૂટને અંતરે રાખેલા પિંજરામાં એકસાથે હજારો મરઘીઓ રખાય છે. આવી હાલતમાં રખાતી મરઘીનાં ઈંડા ખાવાં પાપ ન ગણો તો પણ એ કઠોરતા અને દુષ્ટતા તો ગણાય જ. કેટલીક હકીકતો વાંચો : (૧) લંડનના “સન્ડે ટેલિગ્રાફીના લેખિકા તમારા ફારન્ટ તા.૩-૪-'૮૯ના અંકમાં લખે છે કે, પિંજરામાં પકડેલી મરઘી ઇંડાં મૂકે પછી તેના જે બારીક છિદ્રો ઈંડાંમાં હોય તેમાં હાનિકારક જંતુઓ પ્રવેશી શકે છે. આ જંતુઓનો પ્રવેશ ત્યારે વધુ શક્ય બને છે જ્યારે ઇંડાં મૂકનારી મરઘી ખૂબ જ માનસિક અને શારીરિક ત્રાસમાં જીવતી હોય. ગ્લાસગો યુનિવર્સિટીના મહિલા વિશેષજ્ઞ ડૉ. સેલિ સોલોમન છેલ્લાં સોળ વર્ષથી ઈંડાંના કોચલાનો અભ્યાસ કરતાં હતાં. જ્યારે ઈંડાંઓને ગંદા વાતાવરણમાં સંઘરાય છે ત્યારે તેને સાલ્મોનેલાનાં જંતુ લાગવાની શક્યતા વધે છે. મુંબઈમાં લોકો જે ઈંડા ખાય છે તે ઈંડાં જ્યાંથી આવે છે તે પોસ્ટ્રી ફાર્મ ઉપરથી ચોખ્ખાં દેખાય પણ આજુબાજુની ગંદકી અને મરઘીને અપાતા ગંદા ખોરાકની ગંધ જ ત્રાસદાયક હોય છે. ડૉ. સોલોમને માઈક્રોસ્કોપી ટેકનિકથી જોયું કે શારીરિક તાણમાં જીવતી મરઘીનાં ઈંડાંનાં કૉચલાનાં છિદ્રો ખુલ્લાં થયેલાં હોય છે, જે નરી આંખે દેખાતાં નથી. મુંબઈની બજારોમાં ખુલ્લાં રખાતાં ઈંડાં જંતુ પ્રવેશવાને પાત્ર છે. (૨) “ઈલસ્ટ્રેટેડ વીકલી'ના ૩ જુલાઈ, ૧૯૮૮ના અંકમાં મેનકા ગાંધીએ લખ્યું છે : “શું ચિકન અને ઈંડાં એ તમારો ફેવરીટ ખોરાક છે? તો આ વાંચો - પૉસ્ટ્રી ઉદ્યોગની ભાષામાં જે નાજુક બચ્ચાંને “ચિક' કહે છે તે મરઘીની પાંખમાં ભરાવી રખાય છે. બચ્ચે દોડતું થાય ત્યાં સુધી તેણે ભરાઈ રહેવું પડે છે. એક દિવસની ઉંમરના “ચિકને ઈંડાંનો વેપારી પસંદ કરે છે, પછી બાકીનાને મારી નાખતો નથી. સૌપ્રથમ તો તે બાળમરઘીની ચાંચને એક ચપ્પને અગ્નિમાં તપાવીને કાપી નાખે
SR No.008888
Book TitleBaar Prakarni Hinsa
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2008
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ahimsa
File Size607 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy