SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ וד બાર પ્રકારની હિંસાઓ ૩૩ આવતું કે નવી રાઈફલ કેટલી પાવરફુલ છે! તોતિંગ ઊંચાઈએથી વાંદરાઓને ધકેલી દઈને એ જાણવાના પ્રયાસ થતા કે તેની કરોડરજ્જુ કેટલું નુકસાન સહી શકે છે. તમારા કપાળે આ વાંચતાં પસીનાનાં બૂંદ બાઝી ગયાં હોય તો પણ આપણી માનવજાતની તરક્કીને યાદ કરતાં વિચારજો કે આપણે કેવાં પરાક્રમો કર્યાં છે. સાનફ્રાન્સિસ્કો મેડિકલ સેન્ટરમાં ૧૯ વાંદરાઓને બેહોશ કર્યા વગર તેના શરીરમાંથી અડધોઅડધ લોહી શોષી લેવામાં આવેલું. આ પ્રયોગ દરમિયાન જે વાનરો અધમૂઈ અવસ્થામાં જીવતા હતા તેમને પાછળથી મારી નંખાયા. ટેકસાસ વિશ્વવિદ્યલયમાં કેટલાક વાનરોને તેમની સહનશક્તિ તપાસવા માટે ગળામાં દોરડાં બાંધી લટકાવી દેવામાં આવતા. જોર્જિયાના એટલાન્ટા શહેરની પ્રાઈમેટ સેન્ટરમાં કેટલાય વાંદરાઓના પૂરા શરીર પર અથવા બંને પગ પર પ્લાસ્ટર ઓફ પેરિસનો ધોળિયો પાટો કસકસાવીને ચીપકાવીને છ-છ મહિના સુધીના પ્રયોગ થતા. આખરે તેમને મારી નાખીને તેમના પગનું વજન, સ્થિતિ વગેરે જાણવામાં આવતાં. મિશિગન વિશ્વવિદ્યાલયમાં વાંદરાઓ પર હેરોઈન, કોકીન, મારીઆજુઆના જેવા ઘાતક નશીલા પદાર્થો ખવડાવીને પ્રયોગો કરવામાં આવતા. વાતાવરણમાં કૃત્રિમ સર્દી (ઠંડી) અને ગરમી પેદા કરી તેમાં વાંદરા ધકેલી દઈને તેની અસ૨ જાણવામાં આવતી. વિદ્યુત-શોક દેવામાં આવતા. પાણીને બદલે આલ્કોહોલ પિવડાવવામાં આવતું. ખબર નથી પડતી કે આવા અમાનવીય, ક્રૂર અને ભયંકર પ્રયોગો દ્વારા માનવકલ્યાણ કેવી રીતે થતું હશે ? અને કદાચ થાય છે તો એનો કશો અર્થ નથી. નશીલા પદાર્થો માણસ ઢીંચે અને તેને તેમાંથી ઉગારવા માટેના અખતરાઓ વાંદરા પર કરવાના? મોટર માણસ શોધે અને ચલાવે તેનાથી થતા અકસ્માતની અસરવાળાને બચાવવા જાણી જોઈને વાંદરાઓને પીલી નાખવાના? આપણા ખૂનમાં વહેલી ઈન્સાનિયત ક્યાં વહી ગઈ છે ? ઓ બહેનો ! તમામ સૌંદર્યપ્રસાધનોનો હવે તો ત્યાગ કરો ! પશુઓના લોહીથી ખરડાયેલાં નારીનાં આ મનોહર સૌંદર્ય પ્રસાધનો નમણા ચહેરાને સ્નો કે લોશનના લેપથી વધુ ચમકદાર બનાવ્યો હોય, નાજુક હોઠને લિપસ્ટિકથી વધુ ફુલ-ગુલાબી ને સમગ્ર શરીરને ઈન્ટીમેટ અત્તરના છંટકાવથી મઘમઘતું બનાવીને ‘ફર’નો સુંદર કોટ પહેરી હાથમાં સાપની ચામડીમાંથી બનાવેલી મુલાયમ પર્સ લઈ જતી કોઈ રૂપ-સુંદરીને જોઈ તમને સહેજે ખ્યાલ આવે ખરો કે તેના મોહક સૌંદર્યની આ ગુલાબી સુરખી પ્રાણીઓના લોહીથી ખરડાયેલી છે?
SR No.008888
Book TitleBaar Prakarni Hinsa
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2008
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ahimsa
File Size607 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy