________________
બાર પ્રકારની હિંસાઓ
ડ્રેસિંગ ટેબલ ઉપર મૂકેલાં વિવિધ સોંદર્યપ્રસાધનો કે શોપિંગ સેન્ટરના શોકેસમાં મૂકેલા આકર્ષક ફર કોટ અને પર્સ બનાવવામાં કાંઈ કેટલાય નિર્દોષ જીવોની હત્યા થઈ હશે ને અનેકને મરતાં સુધી અસહ્ય પીડા ભોગવવી પડી હશે એનો કદાચ તમને ખ્યાલ.... સપને ય ખ્યાલ નહિ હોય.
આજકાલ ફરના કોટ અને સાપ કે મગરની ચામડીમાંથી બનાવેલી પર્સની ફેશન ને ફેશનના પગલે તેની માંગ વધી ગઈ છે. ફરનો આ કોટ કેવી રીતે બને છે, જાણો છો?
સીલ, સસલાં, રીંછ, શિયાળ, બીવર વગેરે જેવાં પ્રાણીઓની ચામડી ઉપરથી ફર મળે છે. જુદીજુદી અમાનુષી રીતે આ પ્રાણીઓનાં ફર મેળવાય છે.
બીજા કોટની સરખામણીમાં સીલના ફરનો કોટ ખૂબ મોંઘો હોય છે. જો કે એ જેટલો મોંઘો છે તેટલો જ મોહક પણ છે. સીલ એ સમુદ્રનું એક પ્રાણી છે, પરંતુ તેને પકડવાનું કામ સહેલું નથી. આથી મોટી સીલને ગોળીથી મારી નાંખી પકડવામાં આવે છે, પરંતુ “ફર'નો વધુ ભાવ ઉપજાવવો હોય તો સીલને ગોળીથી મારી નાંખે ન ચાલે; કારણ આમ કરવાથી તેની ચામડી ખરાબ થઈ જાય!
સીલના તરતના જન્મેલા બચ્ચાનું ફર વધુ મુલાયમ હોય છે. આથી સીલના ૧૩-૧૪ દિવસના બચ્ચાને તેની માતાથી અલગ પાડી રિબાવી રિબાવીને મારી નાંખવામાં આવે છે. ઘણી વખત તો તેની મરવાની પણ રાહ જોયા વિના અધમૂઆ થઈ બેહોશ થઈ ગયેલા સીલના બચ્ચાના શરીર પરથી તેની ખાલ ઊતરડી લેવાય છે! તરફડાટ કરતા એ સીલના બચ્ચાના શરીરમાંથી લોહીનો ફુવારો છૂટે છે; ને માંસના લોચા બહાર નીકળી આવતાં એ માસુમ બચ્ચે સદાને માટે તરફડતું બંધ થઈ જાય છે. કોઈ ફેશનપરસ્ત સ્ત્રીના દેહને શોભાવતા “ફર કોટ’માટે આવાં ૮૧૦ કુમળાં બચ્ચાંને મોતને ઘાટ ઉતારવાં પડે છે. બીજાં કેટલાંક જાનવરોને “ફર” માટે ઘાતકી રીતે પકડી તેમને દિવસો સુધી રિબાવી રિબાવીને મારવામાં આવે છે. બીવર નામના પ્રાણીને પકડવા ખીલા ને તાર ઠોકેલાં લાંબાં ને વજનદાર લાકડાં જંગલોમાં મૂકવામાં આવે છે. બીવરનો પગ આમાં ફસાઈ જાય પછી એ ફરી નીકળી ન શકે એવી રીતે આ ખીલા જડેલા હોય છે. આવા પિંજરામાં કોઈ બીવર ફસાઈ જાય તે પછી તેને ૧૫-૨૦ દિવસ સુધી આમ ને આમ ભૂખ્યું-તરસ્ય રાખી તડપાવીને મારી નાંખવામાં આવે છે.
સુંદર ટોપીઓ બનાવવા માટે રીંછના ફરનો ઉપયોગ કરવામાં આવે છે. આ