________________
બાર પ્રકારની હિંસાઓ
દુઃખાવો થાય કે કમરનો દુઃખાવો થાય ત્યારે આપણે ગોળીઓ ખાઈ લઈએ છીએ પણ એ દવાના પ્રભાવમાં અખતરાઓ સૌ પ્રથમ વાંદરાઓ પર થતા હોય છે. નવી દવા, ઇંજેક્શન કે મશીનના અખતરા સૌ પહેલા વાંદરા પર થતા હોય છે, ત્યાર બાદ તે માનવજાત માટે બજારમાં આવે છે. ભારતમાં દર વર્ષે આવા પ્રયોગો માટે ૬,૦૦૦ વાંદરાઓનો ઉપયોગ થાય છે. આમાંથી ૫૦ ટકા પર રોગ વિશેના, ૩૦ ટકા પર નવી દવાઓના અખતરા થાય છે. દશ ટકા વાંદરાઓ પર જનનસંબંધી પ્રયોગો થાય છે. એકલું અમેરિકા આપણી પાસેથી બે લાખ વાંદરાઓની ખરીદી કરતું હતું. આ પાંચમા દશકાનો આંકડો છે. વાંદરાઓની નિકાસ આપણે અમેરિકા ઉપરાંત રશિયા અને પશ્ચિમ જર્મની ખાતે પણ કરીએ છીએ. જો કે આ સંખ્યામાં ભારત સરકારે ક્રમશઃ ઘટાડો કર્યો હતો અને એક તબક્કે આપણે અમેરિકાને માત્ર વીસ હજાર વાંદરાઓ વેચવાનું નક્કી કરેલું. ૧૯૭૭માં ત્યારના વડા પ્રધાન શ્રી મોરારજી દેસાઈએ વાનર-નિકાસ પર પ્રતિબંધ લાદેલો.
આપણા માટે આ લેખ પૂરતા આટલા મુદ્દા પૂરતા છે. કારણ કે આટલી પૂર્વભૂમિકા પછી આપણે બીજી જ વાત કરવી છે. પ્રથમ નજરે વાનર-જાત પરના આ અખતરા આપણને અયોગ્ય નથી લાગતા, પરંતુ પોપડા ઉખેડીએ તો નીચેથી કમકમાં થઈ આવે તેવી હકીકતો દટાયેલી પડી છે. ભારતમાંથી નિકાસ થતા વાંદરાઓ પર માત્ર રોગ અને ચિકિત્સાના પ્રયોગો થતા હોત તો તે ક્ષમ્ય છે, પરંતુ વાનરો પર પ્રયોગશાળામાં તદ્દન અમાનવીય વ્યવહાર કરવામાં આવે છે, એ પણ ઉઘાડું સત્ય છે. એકવાર લંડનના હિથ્રો એરપોર્ટ પર ચોતરફથી બંધ મોટરગાડીમાં વાંદરાઓ ભરવામાં આવ્યા હતા, પરિણામે ૩૯૪ ભારતીય વાંદરાઓ ગૂંગળાઈ જઈને મરણ પામેલા. આ તો બેદરકારીનો નમૂનો છે, પણ જાણીજોઈને વાંદરાઓ પર ક્રૂરતા આચરવામાં આવતી હતી તેના અહેવાલો અખબારોમાં પ્રગટ થયા એ પછી વાંદરાનિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
માણસ બે અંતિમો વચ્ચેનો અટપટો માર્ગ છે એવું કોઈ ચિંતક કહી ગયા છે. માણસ ચાહે તો કોઈને રહેંસી શકે, ઈચ્છે તો કોઈ ખાતર જીવ દઈ શકે છે. ભારતમાંથી નિકાસ થતા કે “અહિંસા પરમો ધર્મનો સિદ્ધાંત ગળામાંથી ન નીકળે. આ વાંદરાઓને ઊકળતા પાણીમાં ડૂબાડીને તેને બચાવવાના પેંતરા થતા. પૂરઝડપે ધસી આવતી કાર સામે વાંદરાઓને ફેંકવામાં આવતા અને ગંભીરપણે ઘવાયેલા વાંદરાઓને પછી સારવાર આપવાના “ભવાડા” થતા. કેટલાય વાંદરાઓની ખોપડીઓથી માત્ર ૬ ઈંચ દૂર બંદૂક રાખીને તેને બેરહેમીથી વીંધી નાખવામાં આવતા અને ચકાસવામાં