________________
બાર પ્રકારની હિંસાઓ
૩૧
વાઈલ્ડ લાઈન ફંડ” તરફથી દુનિયાભરની સાયન્સ કોલેજોમાં, પ્રેકટિકલ પ્રયોગના ટેબલ પર ચિરાઈ જતાં લાખો દેડકાંની વહારે ધાય એવું કોમ્યુટર પણ શોધાઈ ચૂક્યું છે. સાયન્સ ટુડન્ટે જીવતાં દેડકાંને ચીરી તેના શરીરનો અભ્યાસ કરવાને બદલે માત્ર કોમ્યુટર ગ્રાફિક્સનો અભ્યાસ પૂરતો થઈ પડશે.
વહેલી તકે આવા અખતરા રોકવામાં નહીં આવે તો એ દિવસ દૂર નથી. જ્યારે ધરતીના પટ પરથી પ્રાણીઓનું અસ્તિત્વ જ મટી જશે,
માનવજાતને ઉગારવા માટેના અખતરા વાનરો પર!
પુરાતત્ત્વશાસ્ત્રી અને વિજ્ઞાન-પંડિતોના કહેવા મુજબ વાનરમાંથી કાળક્રમે માનવ અસ્તિત્વમાં આવ્યો છે છતાં આજે આપણને કોઈ વાંદરો કહે તો સિનેમાસ્કોપનો ૩૫ એમ.એમ.નો ચહેરો બની જાય છે. આ લેખ વાંચ્યા પછી કદાચ, તમને વાનરજાત પર સહાનુભૂતિ થઈ આવશે. ભારતમાં વસતી માત્ર માણસોની જ વધારે નથી પણ આખા વિશ્વમાં આપણે ત્યાં સૌથી વધુ સંખ્યામાં વાંદરા છે. ભારતમાં વાંદરાઓની કુલ ૧૮ પ્રજાતિ અને ૪૪ ઉપપ્રજાતિઓ છે, અને ઘણાખરા વાંદરાઓ તો માત્ર ભારતમાં જ જોવા મળે છે. મદ્રાસ દ્વિશ્રિય, નિકોબાર ટીશ્રિયુ, આસામી બંદર, બોનેટ મૈકાક, લાયનટેલ્ડ મૈકાક અને ગોલ્ડન લંગૂર જાતિના વાંદરાઓ ફક્ત ભારતભૂમિ પર ઊગેલાં વૃક્ષો પર જ વસે છે. એ સિવાયના કેટલાક વાંદરાઓ પડોશી દેશોમાં પણ જોવા મળે છે. આપણા દેશનો સૌથી નાનકડો વાંદરો ખિસકોલી જેવડો હોય છે. (પ્રાણીશાસ્ત્ર મુજબ તેનું વજન સો ગ્રામથી થોડું વધારે હોય છે, અને સૌથી મોટા બંદરને, જેને આપણે લંગૂર કહીએ છીએ તે ૨૦ કિલોગ્રામથી પણ વધારે વજનનો હોય છે. પૃથ્વી પર માણસ પછી જે પ્રાણીનો સોથી વધુ વિકાસ થયો હોય તે વાંદરાનો છે. વાંદરાની શારીરિક બનાવટ, રહેણીકરણી અને જૈવિક ક્રિયાઓ માણસ સાથે મળતી આવે છે. એ વાંદરાનાતનો પ્લસ પોઈન્ટ અને માઈનસ પોઈન્ટ પણ છે. આ લેખ વાંચનારને એવો ભ્રમ જાગે કે તે કોઈ પક્ષી-પ્રાણી વિશેની કટાર વાંચી રહ્યો છે તો તેણે ધીરજ રાખીને જાણી લેવું જોઈએ કે માણસ જેવા અથવા તો તેની નજીક હોવાનો વાંદરા-જાતિએ ઘણો મોટો ભોગ આપ્યો છે. સાતમા દશકામાં વિજ્ઞાનિકોને ખ્યાલ આવ્યો કે હનુમાન લંગૂર (સૌથી મોટો વાનર) અને મનુષ્યનાં ગુપ્ત અંગમાં ઘણી સમાનતા હોય છે. એટલે ત્યારથી હનુમાન લંગૂર પર નીત નવા પ્રયોગો થવા માંડ્યા. આપણને માથાનો