________________
બાર પ્રકારની હિંસાઓ
હરણનો જ ખાતમો બોલાવી દેવાય છે. વિચિત્રતા એ છે કે કસ્તૂરી ધરાવતી પોડ ગ્રંથિ દરેક મૃગમાં નહીં પણ ચારેક મૃગમાંથી એકાદમાં જ મળી આવે છે. એક કિલો કસ્તૂરીની કિંમત પાંચ લાખ રૂપિયા ઊપજતી હોવાથી લાલચુઓ હરણોનો શિકાર આડેધડ કરે છે. એક કિલો કસૂરી મેળવવા ૪૦ પોડની જરૂર પડે અને તેના માટે ૧૫૦થી વધુ મૃગનો સંહાર કરવો પડે. એ હિસાબ પરથી ગણતરી કરી લો કે દર વર્ષે કેટલાં મૃગલાં કસ્તૂરીના પાપે માર્યા જતાં હશે !
સૌંદર્ય પ્રસાધનોમાં સૌથી વધુ વપરાતા બોડી લોશન અને ચામડી ચમકાવતા જાતજાતના ક્રમમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવી હોર્મોન્સનો વપરાશ વધ્યો ત્યારથી ઘોડી પર અવનવા અખતરા થવા લાગ્યા છે. યુવતીઓની ત્વચાને યૌવનસભર બનાવવામાં હોર્મોન્સ મહત્ત્વનો ફાળો ભજવતાં હોવાથી સગર્ભા ઘોડીના પેશાબમાંથી આ હોર્મોન્સ મેળવવા જે ત્રાસ ગુજારાય છે એ જાણીને ગમે એવા કઠણ કાળજાની વ્યક્તિને અરેરાટી ઊપજે. ઘોડી પ્રસૂતા થયા પછીના પાંચથી છ મહિના તેને લોખંડના નાના કઠેડા વચ્ચે એવી રીતે બાંધી દેવામાં આવે છે કે આ ગાળા દરમિયાન તે ઊભી જ રહે. તેને હલનચલન કરવાની કોઈ તક અપાતી નથી અને ભાવે નહિ તેવો ખોરાક જાણી-બૂઝીને અપાય છે, જેથી ઘોડી વધુ પેશાબ કરે!
આ પ્રકારે ઘોડીને વારંવાર ફલિત કરાવીને તેનો પેશાબ મેળવતા રહેવાના કીમિયા ચાલુ જ રખાય છે. અમેરિકા અને કેનેડામાં આવો હિચકારો ધંધો મોટા પાયે ચાલે જ છે, જે સ્થળને “પ્રેગનન્ટ મેર્સ ફાર્મ' કહે છે. બ્રિટન સહિત ઘણા યુરોપિયન દેશોમાં ગાય-ભેંસ વધુ દૂધ આપે માટે તેની જ પિટ્યુટરી ગ્લેન્ડમાંથી મેળવેલા દ્રાવણનું ઈન્જન એ જ ઢોરના આંચળમાં અપાય છે. આ પ્રકારના પ્રયોગો પણ મોટી ફેક્ટરી ધોરણે થતા હોય છે.
મિલિટરી સાયન્સ અને અવકાશ વિજ્ઞાનનો વિકાસ થયો તેની સાથે પ્રાણીપક્ષી પર થતા જીવલેણ અખતરાની માત્રા પણ વધી પડી. એક્સ-રે, ગામા, બીટા કે અસ્ટ્રાવાયેલેટ કિરણો વગેરેની માનવશરીર પર થતી અસરનો અભ્યાસ કરવા લગભગ દરેક સસ્તન પ્રાણીઓને આવા ખતરનાક કિરણોના મોટા ડોઝ આપી તે ક્યારે, કેવી રીતે મરણ પામે છે તેનો અભ્યાસ થાય છે. આ પ્રયોગોનાં ભોગ બનનારાં પોતાની વ્યથા કહી ન શકતાં મૂગાં પ્રાણીઓનું મોત કમકમાં ઉપજાવે એવું કારમું હોય છે.
લાંબો સમય અવકાશી સફર ખેડવાથી અવકાશયાત્રીના શરીર પર થતી અસર તપાસી જવા અમેરિકાએ બોની ચિમ્પાન્ઝીને અવકાશયાત્રાએ મોકલવા ૯ કરોડ