________________
બાર પ્રકારની હિંસાઓ
૨૦ લખ ડોલરનો ખર્ચો કરેલો. પરંતુ બોની ત્રીસ દિવસની યાત્રા પૂરી કરવાને બદલે માર્ગમાં જ મરી પરવાર્યો. વિજ્ઞાનીઓ બોનીના મૃત્યુનું કારણ પણ જાણી ન શકયા. એવું માની લીધું કે તે ડર, યાતના અને વેદનાથી મૃત્યુ પામ્યો હશે.
પરંતુ વાંદરાં કે અન્ય કોઈ પણ નિર્દોષ પ્રાણીનાં કમોતે આવાં બાલિશ તારણ કાઢવાનો કોઈ અર્થ ખરો?
કૂતરા પર કપુરારી નામના કાતિલ ઝેરની અસર જાણવા એક વિજ્ઞાનીએ પ્રયોગો શરૂ કર્યા. કૂતરાને જેમ જેમ ઝેરના હળવા ડોઝ અપાતા ગયા તેમ તેનાં અંગો બહેરાં બનવા લાગ્યાં છતાં પારાવાર વેદનાથી કૂતરો પડયો પડ્યો કણસતો રહ્યો છેવટે કૂતરો મરણ પામ્યો. પેલા વિજ્ઞાનીએ આ પ્રયોગો પરથી જે તારણ કાઢ્યું એ સાવ ભળતું તથા હાસ્યાસ્પદ લાગે એવું છે : “જ્યારે વેદના ચરમસીમાએ પહોંચે ત્યારે કૂતરો પેશાબ કરી નાખે છે.”
માનવી દારૂ શું કામ પીએ છે અને દારૂ પીધા પછી તેની શારીરિક-માનસિક હાલત કેવી થાય છે તેનો અભ્યાસ કરવા અજ્ઞાનીઓએ ઉદરથી માંડી વાંદરાં સુધીમાં પ્રાણીઓને દારૂ ઢીંચાવ્યો છે. આવા પ્રયોગોથી આ અબોલ પ્રાણી વગર કારણે માર્યા ગયાં છે. માણસ દારૂ પીએ છે મોજશોખ ખાતર કે માનસિક કારણોસર. ઉદર જાતે તો દારૂ પીતો જ નથી, તો પછી ઉંદર કે બંદર પર આવા પ્રયોગો માનવીને કેવી રીતે લાભકારક નીવડવાના?
માણસ અને જાનવર બંનેની શરીરરચના ભિન્ન છે. બંનેનાં અંગ-ઉપાંગ અલગ છે. એક જ વસ્તુ ખાનાર માણસ અને જાનવર પર તે ખોરાક જુદી જુદી અસર કરે છે. પરિણામે પ્રાણીઓ પરના પ્રયોગોનો નિચોડ માનવીને સંપૂર્ણપણે લાગુ કરી શકાય જ નહીં, છતાં પ્રયોગ કરવામાં આવે તો તે માનવી માટે ખતરનાક પણ બની શકે છે. પેરાસિટામોલ, એરાબિલેક્સ, મેટાક્વાલીન, થાલીડોમાઈડ, ક્લોરાષ્ફીનીકોલ જેવી દવાઓ આ વાતનો પુરાવો છે. અનેક પ્રાણીઓ પર વ્યાપક સફળ પ્રયોગો પછી જ બજારમાં મુકાયેલી આ દવાઓ માનવઉપયોગ માટે તો ખતરનાક જ સાબિત થઈ છે.
દવાની અજમાયશ કરવા, શોખ ખાતર શિકાર કરવા કે નખ, દાંત, વાળ, ચામડી અને શિંગડાનો વેપાર કરવામાં જ પ્રાણીઓનું નિકંદન નીકળે છે એવું નથી. આફ્રિકા તેમ જ ભારત સહિતના કેટલાક એશિયન દેશોમાં ભગવાનને બલિ ચઢાવવા માટે પણ બકરાં, ઘેટાં, ગાય અને પાડાની મોટા પાયે કતલ થાય છે. શક્તિપૂજા કરનારા દેવ-દેવીઓના મંદિરે બકરાનો બલિ ચઢાવવાના કિસ્સા ભારતના દરેક