________________
બાર પ્રકારની હિંસાઓ
પેટ કે બીજા અવયવો ચીરી છેવટે પ્રાણીઓની હત્યા કરી નાખવામાં આવે છે.
દાઢી કર્યા પછી મોં પર લગાડવાનું લોશન હાનિકારક છે કે નહીં તે જોવા માટે ભૂંડના શરીર પરથી વાળ કાઢી લઈ ખુલ્લી ચામડી પર લોશનનો હેવી ડોઝ રગડવામાં આવે છે. પ્રયોગો દરમિયાન લોશનમાં રહેલાં સ્પિરિટ કે બીજાં રસાયણો લીધે અનેકવાર ભૂંડના શરીરે ફોલ્લા પડે છે, ચામડીમાં બળતરા થવાને કારણે ભૂંડ ચિત્કારી ઊઠે છે છતાં આવા પ્રયોગો ક્યારેય પડતા મુકાતા નથી.
માનવજાત માટે પ્રાણીઓની આ રીતે આહુતિ લેવાયા પછીય બજારમાં મળતાં હેરડાઈ, લિપસ્ટિક, શેમ્પ કે અન્ય પ્રસાધનોથી માનવશરીરને નુકસાન થવાના દાખલા તો બનતા જ રહે છે. ચામડીના રોગો અને જાતજાતની એલર્જીથી માંડીને કેન્સર સુધીની અનેક રોગો માટે આવાં કોમેટિક્સ જ જવાબદાર લેખાય છે. જો મૂગાં પ્રાણીઓનું બલિદાન દઈને પણ શેમ્પ, હેરડાઈ કે અન્ય પ્રસાધનો હાનિરહિત બનાવી શક્તા ન હોય તો પછી જનાવરો પર કરવામાં આવતા ત્રાસ જ શું કામ રોકી ન દેવા ?
પણ ના, કાળા માથાનો માનવી તેને પ્રાપ્ત થયેલી શ્રેષ્ઠ બુદ્ધિનો કેટલો દુરુપયોગ કરે છે, આ બે-પગું સામાજિક પ્રાણી ચોપગાં પર કેવો જુલમ ગુજારે છે તેના બીજા દાખલા પણ જાણવા જ રહ્યા.
બોક્સિંગની રમત વખતે માથા પર ફટકા પડે તો તેની શી અસર થાય તે જોવા માટે અમેરિકાની એક યુનિવર્સિટીમાં વાંદરાના માથા પર લાકડી વડે સતત ફટકા મારવામાં આવે છે. રેસમાં ઘોડા સર્વશ્રેષ્ઠ દેખાવ કરી શકે, તેજ ગતિએ દોડી શકે તે માટે ઘોડાની ડોકથી માંડી પગના દરેક સાંધાને અંગમરોડની અનેક કસરતો કરાવવા ઉપરાંત તેના પર વાઢકાપ પણ થતી હોય છે. હવે તો રેસમાં વિજેતા બનાવવા ઘોડાને નશીલી દવાનાં ઈંજેક્શનો પણ અપાય છે.
ઓસ્ટ્રેલિયામાં ઘોડાને જમીનને બદલે નદીમાં દોડાવવાની રેસ યોજાય છે. ગળાડૂબ પાણીમાં દોડતી વખતે ઘોડા પર શી અસર થાય છે અને કેટલું પાણી પી જાય તો ઘોડો મૃત્યુ પામે એ ચકાસવા માનવીના મિત્ર સમા આ પ્રાણીના ફેફસામાં સીધેસીધું પાણી રેડવામાં આવે છે. શ્વાસનળી મારફત આ રીતે સાતથી દસ ગેલન પાણી નાખતાં ઘોડા મરણ પામે છે તે જાણ્યા પછી ય અવારનવાર આવા ઘાતકી પ્રયોગો થતા રહે છે.
‘વિવિસેક્શન' પ્રયોગો કરતી વખતે પ્રાણી ઊછળકૂદ કરે કે હિંસક બને તો