________________
ર0
બાર પ્રકારની હિંસાઓ
પ્રાણીઓ સાથે થતા અમાનુષી વર્તાવ માટે સૌથી વધુ જવાબદાર છે. પોલિયો, ટીબી, સીફીલીસ કે કેન્સર જેવા રોગો સામે પ્રતિકારશક્તિ કેળવે તેવી રસી વિકસાવવા વિજ્ઞાનીઓ આવા રોગોમાં જીવાણુઓ પ્રાણીઓના શરીરમાં ઘુસાડી તેમને એ રોગની પીડાથી રિબાવે છે. બે જીવતા જનાવરોની છાતી ચીરી તેમની ધમનીઓ એકમેક સાથે જોડીને એકમાં જીવલેણ ઝેરી પદાર્થ નાખવાથી બીજા ઉપર તેની શી અસર થાય છે તેમ જ બેમાંથી કોણ પહેલું મૃત્યુ પામે છે તે જાણવા માટેના નરાધમ કીમિયા પણ થાય છે.
તબીબી સંશોધન માટે માત્ર અમેરિકન પ્રયોગશાળાઓ જ વર્ષે છ કરોડ પ્રાણીઓનું નિકંદન કાઢી નાખે છે. જેમાં આપણે ત્યાંથી ગેરકાનૂની રીતે નિકાસ થતાં રીસસ પ્રકારનાં વાંદરાની સંખ્યા સૌથી મોટી હશે. કેન્સર કે એઈસ જેવા અસાધ્ય રોગોના સંશોધન માટે અમુક પ્રાણીઓને નછૂટકે મારવાં પડે તે સમજી શકાય, પરંતુ ઘણીવાર નજીવા કારણસર થતી જીવહત્યા માટે પણ કોઈને દયાભાવ જાગતો નથી.
માનવીની સરખામણીમાં જુદાં જુદાં પ્રાણીઓ કેવી અને કેટલી સહનશક્તિ ધરાવે છે તે નક્કી કરવા દસેક વર્ષ પહેલાં અમેરિકન મનોવૈજ્ઞાનિક રોબર્ટ બેડફોર્ડ અસંખ્ય પ્રાણીઓ પર એટલી હદે ત્રાસ ગુજાર્યો હતો કે તેની ફિલ્મ જોઈને અનેક સ્ત્રીઓ બેભાન બની ગઈ હતી. એટલું જ નહીં, અનેક સંવેદનશીલ દર્શકોની મહિનાઓ સુધી ઊંઘ હરામ થઈ ગઈ હતી!
મિસ્ટર બેડફોર્ડ સહનશીલતાનું માપ કાઢવા જુદાં જુદાં પ્રાણીઓને મહિનાઓ સુધી ભૂખ્યા-તરસ્યાં રાખી ખૂબ તેજ ગતિએ ગોળ ફરતા પીંજરામાં પૂરી રાખેલા. કેટલાકને વિદ્યુત કરંટના ઝટકા આપી તરફડાવી તરફડાવીને તેમની મનોદશા ચકાસી તો અનેકને ગેસ ચેમ્બરમાં પૂરી રિબાવી રિબાવીને માર્યા. દાઝવાથી પ્રાણીઓને કેવી વેદના થાય છે તે જોવા અનેક કૂતરાં-બિલાડાં તેમ જ વાંદરા પર જલદ તેજાબ છાંટવાના કે એસિટિલિન જ્યોતથી તેમની ચામડી બાળી નાખવાના પ્રયોગો થયા છે.
પૃથ્વી પર વસતા વિવિધ જીવોમાં માનવજાત સૌથી વધુ બુદ્ધિશાળી ગણાય છે. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા અમુક જીવલેણ રોગોને નાથવા તબીબો દવાના સંશોધનાર્થે પ્રાણીઓ પર પ્રયોગો કરે એની પાછળ કદાચ લોકકલ્યાણની ભાવના હશે. પરંતુ સ્વાર્થી માણસો માનવસૌંદર્ય વધારવા નિર્દોષ જનાવરોનું સૌંદર્ય જ નહીં, પ્રાણ હરી લે એ કેમ માફ કરી શકાય ? મેડિકલ સાયન્સ પછી અબોલાં