________________
૧૮૨
બાર પ્રકારની હિંસાઓ
કરનાર છે તેણે પોતાનું સ્પ્રીંગબોર્ડ (આધાર-તત્ત્વ) “બહુમતી’ રાખેલ છે. સામાન્યતઃ મૂર્ખાઓ, નિરક્ષરો, ગરીબો, પછાતો, ગુંડાઓ, લુચ્ચાઓ, સ્વાર્થીઓની જ બહુમતી હોય. (Majority consists of fools).
“મત'નો અર્થ કેટલો બધો ખોટો કરી દેવામાં આવ્યો છે! મત એટલે “અભિપ્રાય હતો. હવે મત એટલે આંગળી થઈ ગયો. વળી દરેકની આંગળીનું મૂલ્ય સરખું. એક ગુંડો હોય, બીજા ગાંધીજી હોય; બેયના મતનું મૂલ્ય એકસરખું, આ જ આજની મત-પદ્ધતિની ખતરનાક બાબત છે. આથી જ વિનોબાએ ચૂંટણીને ભસ્માસૂર કહ્યો છે તે ખૂબ યથાર્થ છે.
બહુમતી પ્રથામાં બાંધછોડ પણ કેટલીક વાર થાય; અને સર્વાનુમતી સધાય. પણ આવી બાંધછોડ ચાલે નહિ. એક કહે બે દુ ચાર; સામો કહે : બે દુ છ : – બે વચ્ચે ઝઘડો થયો. એને શાંત કરવા માટે ત્રીજાએ કહ્યું કે “ચાલો, ઝઘડો બંધ કરો, બેય જણ થોડુંક ખશો ચાલો, બે દુ પાંચ.”
પતી ગયું. શું “બે દુ પાંચ બરોબર છે! આવા સમાધાન કરતાં તો “બે દુ ચાર” કાજેનો સંઘર્ષ સારો.
બહુમતી પ્રથામાં ગમે તેવા સંગઠનને પણ મહત્ત્વ મળે. આ સંગઠનો ઢંગધડા વિનાનાં, સ્વાર્થધારિત અને સગવડીયાં હોય છે. પણ સબૂર! ગમે તેવાના સંગઠનથી “સાચા' ને ખૂબ શોષાવાનું આવે. દૂધ અને નીમકનું સંગઠન કદી કરાય ખરું? આગ એ પેટ્રોલને ભેગાં કરવાથી તો ભડકો જ થાય. આખા શંભુમેળા કરતાં શાસ્ત્રનીતિના થોડાક પણ માણસોનું સાચું સંગઠન સારું. ખરેખર તો વિશ્વકલ્યાણકર જિનશાસનનું સંચાલન કરતો જૈનસંઘ : તેનું પેટા મહાજન એ જ સાચી સંસ્થાઓ છે કેમકે તે શાસ્ત્રમતિ પ્રમાણે ચાલતી હોય છે. બાકીની સંસ્થાઓ, દળો, મંડળો, જૂથો, સોસાયટી વગેરે જો શાસ્ત્રમતિને બદલે બહુમત આધારિત હોય; તે રીતે તેમાં પ્રમુખ, સેક્રેટરી, ખજાનચી, સભ્ય વગેરેની ચૂંટણી થતી હોય તો આ સંસ્થાઓ પોતાને ભલે “જૈન” કહેવડાવે પણ ખરેખર તો જૈનધર્મની નાશક સંસ્થાઓ ગણાય. જો તે સંસ્થાઓ જેન ધર્મના હિતમાં જ કામ કરવા માંગતી હોય તો તેણે આ ચૂંટણી પદ્ધતિ દૂર રાખવી જોઈએ. અને શાસ્ત્રમતિ પ્રમાણે જ તમામ કામો કરવાં જોઈએ.