________________
બાર પ્રકારની હિંસાઓ
૧૮૧
આરાધનામાં લીન બની ગયા. સિંહે તેમને ફાડી ખાધ, તે બને સદ્ગતિમાં ગયા અને બેફામ જીવનારું તે ઉશૃંખલોનું ટોળું દુર્ગતિમાં ગયું.
શાસ્ત્રોમાં કહ્યું છે કે જો બહુમતિમાં જ ભગવાન હોય, તેના આધારે જ નિર્ણય કરવાનો હોય તો તો બધા મિથ્યાષ્ટિ માણસોએ પશુ બનવું પડશે. બધા પશુઓ (બે ઈન્દ્રિયાદિએ) વનસ્પતિ બનવું પડશે. કેમકે ઉત્તરોત્તરમાં બહુમતી છે.
વળી બહુમતાધારે તો બધા જેનોએ વેદિક બનવું પડશે. વેદિકોએ મુસ્લિમ અને મુસ્લિમોએ બૌદ્ધ, અને બૌદ્ધોએ ઈસાઈ બનવું પડશે; કેમકે ઉત્તરોત્તરની બહુમતી છે. શું આ કદી સ્વીકાર્ય છે! આકાશમાં ચન્દ્ર એક છે, તારા ઘણા છે. વનમાં સિંહ એક છે; ગાડર ઘણાં છે, ટ્રેનમાં ફર્સ્ટક્લાસના પેસેન્જર થોડા છે. શેષ ઘણા છે. ખીસામાં પાંચસોની નોટ થોડી છે. ચિલ્લર ઘણું છે. તેથી શું ઘણાઓ મહાન બની જશે ?
ઘણાંમાં કે સર્વમાં જે હોય તે કદી મહાન નથી, મહાન તે છે જે શાસ્ત્રોમાં હોય; શાસ્ત્ર પ્રમાણે હોય.
એક વાર લોકસભામાં રાજેન્દ્રબાબુએ કહ્યું હતું કે, “લોકશાસન બહુમતીથી ચાલે છે. પણ જો સર્વાનુમતિથી આ લોકસભા નિર્ણય લે કે દરેક વિધવાએ પુનર્લગ્ન કરવું પડશે.” તોય મારી વિધવા માતા કદી પુનર્લગ્ન નહિ કરે.
જોયું ને? આર્યશાસ્ત્રોને પુનર્લગ્ન મજૂર નથી માટે તેની સર્વાનુમતિ પણ ઠુકરાવી જ દેવી પડે.
મારો સાધુ વેશ ઉતારી લેવાનો મૂર્ખાઓ બહુમતીથી નિર્ણય લે તેથી શું મારે મારો વેશ પ્રેમથી તેમને ધરી દેવો?
સંતતિનિયમન સંબંધમાં કેથોલિક ઈસાઈ ધર્મગુરુ પોપ પોતાના સિત્તેર બીશપો અને કાર્ડીનલોનું વોટીંગ કર્યું હતું. તરફેણમાં ૬૬ હતા; વિરુદ્ધમાં ચાર હતા. છતાં પોપે જાહેર કર્યું કે, “કોઈ પણ કેથોલિકે સંતતિનિયમનના સાધનો વાપરવા નહિ; કેમકે બાઈબલ તેની મનાઈ કરે છે!”
જોયું ને! પોપે પણ પોતાના બાઈબલની શાસ્ત્રમહિને જ માન્ય રાખી !
મત એટલે માત્ર અભિપ્રાય. દરેકનો અભિપ્રાય જરૂર લઈ શકાય. પરંતુ વડીલોએ નિર્ણય તો શાસ્ત્રમતિ પ્રમાણે જ લેવાનો હોય. ભલે પછી તેમાં એકમતિ (એક જ માણસની સંમતિ) મળતી હોય;
વર્તમાનકાલીન જે લોકશાસન છે; તે રાજશાસન અને સંતશાસનનો ઉચ્છેદ