________________
૧૬૬
બાર પ્રકારની હિંસાઓ
બાળકનાં તન, મનની સ્થિતિ વિશેષ ઉન્નત બને છે. જો માતા ભયંકર ક્રોધમાં હોય તો તે દૂધ ઝેર બની જતું હોય છે. આર્યદેશની ખરી મા સ્તનન્વય બાળકને બાટલીનું દૂધ તો ન જ પીવા દે પણ કોઈ દાસી પાસે પણ ધવડાવવા ન દે. એમ કરે તો એ બાળક તનનો દૂબળો કે મનનો માયકાંગલો પેદા થાય.
મિત્રદેશની રાણીએ યુદ્ધમાં રાજકુમાર પાસે સેનાની મદદ માગી. તે રાજકુમાર રાજમાતાને તે બાબતમાં પૂછવા ગયો. “પૂછવા જ કેમ આવ્યો ? તરત જ મદદે દોડવું જોઈએ,’' એવા વિચારવાળી રાજમાતાએ તેને ઉદાસભાવે કહ્યું, “દીકરા! હવે મને લાગે છે કે તારા પેટમાં દાસીના ધવડાવેલા દૂધનાં દસ ટીપાં તે વખતે રહી જ ગયાં હતાં!
‘એકવાર હું હોજમાં સ્નાન કરતી હતી. તું દાસી પાસે હતો. એકાએક રડવા લાગતાં, તને ભૂખ લાગી છે એમ સમજીને દાસીએ તને ધવડાવ્યો. અચાનક મારી નજર તે તરફ પડી. હું હોજમાંથી બહાર દોડી આવી, મેં તને ઊંધો કરીને, તારા મોંમાં આંગળી નાખીને એ દૂધની ઊલટી કરાવી. મને લાગ્યું કે એક ટીપું ય દૂધ તારા પેટમાં નથી રહ્યું પણ તારું આ બાયલાપણું જોઈને મને લાગે છે કે, ઓછામાં ઓછાં દસ ટીપાં તો દાસીના દૂધનાં તારા પેટમાં રહી જ ગયાં હોવાં જોઈએ.
આઠ-દસ વર્ષની વય થતાં સુધી બાળકને શરૂમાં માતા બરોબર સાચવે. પછી પિતા પણ જોડાય. અને પ્રાથમિક તાલીમ વગેરે આપતાં વિદ્યાગુરુ પણ જોડાય. આ ઉંમરમાં એક પણ ખોટા સંસ્કાર ન પડે તેની પૂરી કાળજી રખાય. કેમ કે બાળક એ બાળક જ નથી કાં એ તો ભાવિ સંત છે; કાં એ સજ્જન છે; શૂરવીર છે.
જનની જણજે પુત્રજન, કાં દાતા કાં શૂર;
નહિ તો સહેજે વાંઝણી મત ગુમાવજે નૂર. આ વાત એકદમ સાચી છે.
મને પેલા ખેડૂતની પત્ની યાદ આવે છે. એકવાર બપોરે એકાએક ખેતરથી તેનો પતિ ઘેર આવ્યો. આવતાંની સાથે જ એણે પત્ની સાથે મોં ઉપર થોડી ગમ્મત કરી. પત્નીએ તેને તેમ કરવા દીધું, પણ પછીથી તેને ખબર પડી કે પોતાનું ચાર વર્ષનું બાળક પથારીમાં પડ્યું પડ્યું તે બધું જોતું હતું. આથી તેને ખૂબ આઘાત લાગ્યો કે આ બાળક ઉપર અમારા કેવા ખરાબ સંસ્કાર પડશે ? એણે રાતે જીભ કચરીને આપઘાત કર્યો.
ગંગાએ ચારણ (આકાશગામી) મુનિઓને બોલાવીને ભીષ્મને તૈયાર કર્યો