________________
બાર પ્રકારની હિંસાઓ
૧૬૫
જાય તે ખાતર પણ તમે અકામ, અક્રોધ બની રહેજો,
પેલા મહાભારતના વિચિત્રવીર્યની કારમી કામાન્ધતાના લીધે તેનો પહેલો દીકરો ધૃતરાષ્ટ્ર અન્ય પેદા થયો. બીજો દીકરો “એનીમિક' (પાંડુરોગી) પાંડુ બન્યો. હા પાછલી વયે એ વાસના શાંત થઈ હશે એટલે જ એ સમયે જન્મ પામેલો ત્રીજો દીકરો બાપના આ સપાટામાંથી ઊગરી ગયો. ખરેખરા અર્થમાં વિદુર (જ્ઞાની) બન્યો.
લગ્ન પૂર્વે જ ભાવિ પતિ પાંડુ સાથે પ્રેમ કરી ચૂકેલા મૂર્ખ કુન્તીના અને પાંડુના કામવાસનાના દોષના પાપે અકાળે જન્મેલા કર્ણની જિંદગી બધી રીતે બરબાદ થઈ ગઈ. માટે કહું છું; જે કરવું હોય તે કરો. પણ પ્યારા સંતાનોને વારસાએ કામ, ક્રોધાદિ દોષ કદી ન દો.
જીવનતઃ સંસ્કરણ. અંગ્રેજીમાં કહેવત છે, "Child is the father of Man." બાળક એટલું બધું પવિત્ર છે કે તે ઈશ્વર નથી; ઈશ્વરનો ય બાપ છે.
માબાપને સૌથી વધુ વહાલું પોતાનું સંતાન હોય છે. કેટલી બધી ચૂમીઓ ભરીને તેને વહાલથી નવડાવી નાખે છે! બાળકના તનને બાંધો ત્યારે જ મજબૂત થાય છે અને મન ત્યારે જ પ્રસન્નતાથી સદાબહાર રહે છે, જ્યારે માતપિતા તેના પુષ્કળ વહાલથી નવડાવી નાખે છે. એવું નવું સંશોધન જાણવા મળ્યું છે કે જન્મેલા બાળકને જો પહેલા જ ચાર કલાકમાં ભારેથી ભારે પ્રેમથી છાતીસરસું ચાંપી રાખે; પુષ્કળ વહાલથી ભરી દે તો તે બાળકના આરોગ્ય માટે કોઈ ફિકર કરવી ન પડે. પણ સબૂર! આ તો તનના આરોગ્યની વાત થઈ. આ રીતે તનથી પણ વધુ મહત્ત્વના મનના આરોગ્યની પણ તે માબાપોએ ચિંતા કરવી જોઈએ. એ માટે તે બાળકનું મન બહુ જોરદાર ગ્રહણશક્તિ (Riceptivity) ધરાવતું હોય છે. જેને પણ એ જુએ છે તેને એકદમ એ પકડી લે છે. કદાચ એ વખતે એ વસ્તુની એને સમજ ન પડે તો ય તેના અવ્યક્ત મનમાં અસરો તો જોરદાર થતી હોય છે. માબાપે માત્ર એક માંસપિંડને જન્મ આપીને છૂટી જવાનું નથી પણ તેનામાં સંસ્કારોનું આધાન કરવાનું છે. આજની મૂર્ખ સ્ત્રીઓ અને સ્વાધૂંધ માતાઓ પોતાના સંતાનને કદી ધવડાવતી હોતી નથી. બેબીકુંડથી જ કામ પતાવે છે. વસ્તુતઃ માતાના દૂધ જેવું જગતમાં કોઈ દૂધ નથી. માતાને બાઝીને પીવાતા અડધા લિટર દૂધની તાકાત ડેરીની બાટલીના સો લિટર દૂધમાં ય નથી. જો બાળકને ધવડાવતી માતા તે સમયે અત્યંત પ્રસન્ન હોય તો