________________
બાર પ્રકારની હિંસાઓ
હતો. મુનિ જો મા વાત્સલ્યમય) અને મા જો મુનિ (સદાચારી) બને તો એક શું આ દેશમાં સો ભીખ પેદા થાય એ મુનિઓએ જ ભીષ્મને પહેલેથી અહિંસા અને બ્રહ્મચર્યનો પ્રેમી બનાવ્યો હતો.
મને આવી તો કેટલીય મહાન સંસ્કારદાત્રી માતાઓ યાદ આવે છે.
પેલી અતિમુક્તક (અઈમુત્તો)ની મા! છ વર્ષની વયે તો દીકરાને દીક્ષા આપી. નવ વર્ષની વયે દીકરાએ કેવલ્ય પ્રાપ્ત કર્યું.
દેવકી! જેણે દીકરા ગજસુકુમાર પાસે પણ લીધું કે તેણે દેવકીને આ સંસારની છેલ્લી મા બનાવવાની, (એટલે કે આ જ ભવે મોક્ષ પામવાનો).
આર્યરલિતાની માતા! બડી ચાલાકીથી બે ય દીકરાઓને સાધુ બનાવ્યા. પોતે અને પતિ પણ છેલ્લે સાધુ બન્યા?
અરણિકની માતા-સાધ્વી! સાધુ-જીવનથી પતિત બનેલા દીકરાને પુનઃદીક્ષા આપી. સાધુતાનું કઠોર જીવન લાંબું ન પળાય તો તરત અનશન કરવામાં ય સંમતિ આપી.
ગોપીચંદની મા! પોતાની જ આઠ રાણીઓ સાથે તન્મય બનીને ભોગવિલાસ માણતો દીકરો ન ગમ્યો! એને ઠપકો આપ્યો! દીકરો ગોપીચંદ સંત ગોપીચંદ બન્યો!
મદાલસા! અનસૂયા! કેટલી માતાઓને યાદ કરું?
વસ્તુતઃ માતાપિતાઓએ સંતાનોની નજર સામે તો સારું રાખવું જ જોઈએ. એમાં ય પતિએ કદી છોકરાંઓની માતાને પોતાની પત્નીને) છોકરાંઓના દેખતાં ઠપકારવી કે મારવી ન જોઈએ. આ બાબતોના માઠા પ્રત્યાઘાત બાળકો ઉપર પડે છે. મોટા થયા બાદ તેઓ તેમના બાપ માટે સ્નેહભાવ ધરાવતા હોતા નથી. લવકુશ આ જ કારણે પિતા રામની સામે જંગે ચડ્યા હતા.
બાળકોને વધુપડતા ટોવાથી કે મારવાથી યા તો તેમની ઉપર સખત ધાક રાખવાથી તેઓ ખૂબ જ ખોટા રસ્તે ચડી જાય છે. સ્કૂલ-કોલેજના જીવનમાં આવાં જ બાળકો બીજાના પ્રેમમાં પડી જતાં હોય છે. જેમને માફકસર રીતે (અતિધાક નહિ તેમ અતિલોડ પણ નહિ) માબાપનો પ્રેમ મળે છે તે છોકરાં, છોકરીઓ કોલેજ લાઈફમાં કોઈ લફરું કરતાં નથી! મારા ખ્યાલ મુજબ તો બાળકોનાં કે શિષ્યોનાં જીવન બગડવામાં અને સારા થવામાં વડીલજનો, ગુરુજનો જ મુખ્ય ભાગ ભજવતા હોય છે.