________________
૧૫૪
બાર પ્રકારની હિંસાઓ
માતાની સલાહ છતાં, તેને અવગણીને મિત્રોની સલાહ મુજબ “ફાઈવસ્ટાર હોટલ બેંકની લોન લઈને ઊભી કરી. કિશોર મેનેજર બન્યો. તેની પાંત્રીસ વર્ષની ઉંમર થતાં તો તે દારૂથી લઈને ડ્રગ્સ સુધી ઝડપાઈ ગયો. શયા-સંગાથિની સ્ત્રીઓ રોજ બદલતો રહ્યો, તેના પરિણામે તેનું શરીર સાવ ધોવાઈ ગયું. તે પરલોક ભેગો થયો. બે બાળકોને નબાપા કર્યા. પત્નીને વિધવા કરી નાખી. માં દીવાલ સાથે માથું પછાડીને તેના બાપને કહેવા લાગી, “જુઓ, આ વધુપડતી સંપત્તિનાં કટુતમ ફળ. પૈસો ગયો. આબરૂ ગઈ. દીકરો ય ગયો!' ૩
તુલસી મહારાજે સાચું કહ્યું છે, “અરબ ખરબ કો ધન મીલે, ઉદય અસ્ત કો રાજ, તુલસી! હરિભજન બિના; સભી નરક કે સાજ.”
(૪) ગુજરાતના એક નગરની છ કૉલેજીઅન યુવતીઓ શ્રીમંત યુવતીને ઘરે વીડીઓ ઉપર લગાવીને અત્યંત બીભત્સ બ્લ્યુ ફિલ્મો એક પછી એક જોવા લાગી. તેથી વાસનાનો નશો એવો ચડ્યો કે હવે તેની પૂર્તિ કર્યા વિના રહી શકાય તેમ ન હતું. એક યુવતી રસ્તેથી કોઈ પ્લબર કિશોરને (ઉ.વ. ૧૬) પકડી લાવી. તેની ઉપર તે છ ય યુવતીઓ તૂટી પડી. તે કિશોરને શરૂમાં આનંદ આવવા છતાં પછી તો ત્રાસી ગયો. ભાગી ન શકતાં બૂમો પાડવા લાગ્યો. પણ બધુ નિષ્ફળ હતું. છ છોકરીઓની વાસના પરાકાષ્ઠાએ હતી. છેવટે તેમણે તેના આખા શરીરે બચકાં ભર્યા. એમ કરતાં તેના ગુહ્યભાગોથી લોહી તૂટી પડયું. તે કિશોર બેભાન થઈ ગયો! કોઈ રીક્ષાવાળા દ્વારા તેને હોસ્પિટલ ભેગો કરાયો! ચાર કલાકમાં તે મૃત્યુ પામ્યો! ધનના જોરે બધું ભીનું સંકેલાઈ ગયું!
(૫) મહારાષ્ટ્રના મોટા નગરમાં છેલ્લા એક જ વર્ષમાં રાજસ્થાન વગેરેની પંચાવન જૈન યુવતીઓએ ઈસ્લામનો અંગીકાર કરીને મુસ્લિમ યુવાનો સાથે લગ્ન કર્યાના સમાચાર મળ્યા છે!
(૬) પરધર્મી યુવાનના પ્રેમમાં પડેલી યુવતીને લઈને એના દાદા મારી પાસે આવ્યા. દાદાની ઉંમર પંચોતેર વર્ષની હતી. યુવતીને મારી સમજાવટ અસરકારક ન બની ત્યારે તૂટી પડેલા દાદા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. પોત્રીને “બેટા! બેટા! આમ ન કર. અમારી ખાનદાનીને કલંક ન લગાડ! બેટા! આટલું માન!” વારંવાર કરગરતાં મેં જોયા ત્યારે મેં ફરી તે કિશોરીને કહ્યું, “બેન! દાદાની સામે જો. એમનો આઘાત અસહ્ય છે. કયાંક એ પરલોકભેગા થઈ જશે !'
કાશ! પથ્થરની જેમ તે યુવતી સ્થિર બેસી રહી. એક અક્ષર પણ ન બોલી.