________________
બાર પ્રકારની હિંસાઓ
૧૫૫
ભોગરસે નવી પેઢીને કેટલી બધી નિષ્ફર અને કૃતઘ્ન બનાવી દીધી છે!
(૭) તપોવનમાં જ આવો પ્રસંગ બન્યો. પર-ધર્મના પ્રેમમાં પડેલી દીકરીને, તે યુવાનથી છોડાવવા માટે માબાપ તેને તપોવનમાં લાવ્યાં. અહીં તેને અતિથિગૃહમાં કેદ કરી પણ અઠ્ઠાવીસમા દિવસે તે ભાગી. આપઘાત કરવા માટે પૂર્ણા નદીમાં ઝંપલાવ્યું. તેના સદ્નસીબે તે વખતે પાણી ઝાઝું ન હોવાથી તે ડૂબી નહિ. સામા તીરે પહોંચીને પ્રેમીને ઘરે પહોંચવા માટે ગાડી પકડી લીધી! માબાપ મારી પાસે આવ્યાં. તે બન્નેના રાઈ-રાઈ જેટલા ટુકડા કરી દેવાની ક્રોધે ભરાયેલા બાપે વાત કરી. મેં કહ્યું, હવે એ જમાનો ગયો! ભાઈ! નાહી નાખો. આમાં તમે માબાપો હવે કશું કરી શકો તેમ નથી. મનનું સમાધાન કરીને તેઓ ઘરે ગયાં.
(૮) કાઠિયાવાડના એક મોટા ગામમાં તાજેતરમાં એક ઘટના બની. છ ડોક્ટરોએ કી-કલબની સ્થાપના કરી. એક રાતે બધાએ ભેગા થવાનું હતું. એક ડોક્ટરની પત્નીએ તે ક્લબનું પરપુરુષો સાથે મુક્ત રીતે પરસ્પર કરવાનું વ્યભિચારકાર્ય કરવાની સાફ ના પાડી. પતિ ડૉ. ક્રોધે ભરાયો. બીજી સ્ત્રીઓ મારા મિત્રો મને આપે તો તારે મારા મિત્રો પાસે જવું જ પડે.'' આ તેની દલીલ હતી. સુશીલ પત્ની કેમે ય ન માની. તેને ડૉક્ટરે મારી નાખી. સાંભળ્યું છે કે આખા નગરમાં આથી હાહાકાર મચી ગયો છે!
(૯) ચોર્યાસી વર્ષના મુસ્લિમ ડોસાને અઢાર વર્ષના યુવાને સવાલ કર્યો કે, કાકા! તમારા યુવાની કાળમાં અને આજના કાળમાં કેટલો ફરક પડેલો તમને જણાય છે?'
કાકાએ કહ્યું, “દીકરા! મારા જીવનની એ સમયની એક ઘટના કહું. ત્યારે મારી ઉંમર માત્ર વીસ વર્ષની હતી. રેલવેની ફાટકના સાંધાવાળા તરીકેની હું નોકરી કરતો હતો. ચોમાસાની એક રાતે અગીઆર વાગે એક રૂપસંપન્ન કુમારિકા મારા ફાટક આગળ આવી. ધોધમાર વરસાદ ચાલુ હતો. તેનાં કપડાં ભીંજાઈ ગયાં હતાં! તેણે મને કહ્યું, “ભાઈ !અહીંથી બે કિલોમીટર દૂર મારું ગામ છે. પણ હવે આ વરસાદમાં હું ત્યાં પહોંચી શકે તેમ નથી. મને તમે ખોલીમાં જગા આપશો ?' મેં તરત તેને જગા આપી. દીવો કર્યો. તેને જોઈ. અત્યંત સ્વરૂપવતી એ કન્યા હતી. પણ દીકરા! તે વખતે મારા એકાદ રૂંવાડામાં પણ વિકાર પેદા થયો ન હતો. અને હવે આજની મારી ચોર્યાસી વયની ઉંમરની વાત કરું. કોઈ પણ યુવતીને જોતાં મારા તમામ રૂંવાડાઓ કામુકતાથી ઉત્તેજિત થઈ જાય છે !'
આ મુસ્લિમ બિરાદરે બધી વાત હિન્દી ભાષામાં કરી હતી. આ વાતનું સમાપન કરતાં તેના છેલ્લા શબ્દો આ પ્રમાણે હતા :