________________
બાર પ્રકારની હિંસાઓ
૧૫૩
પવનને દરિયાપાર કરી જ દેવો રહ્યો; નહિ તો ધર્મ-સંસ્કૃતિએ આપઘાત કરી જ લેવો રહ્યો.
જે તીવ્ર વેગથી ધર્મસંસ્કૃતિ નષ્ટ થઈ રહી છે એ જોતાં તેનું આયુષ્ય દસ વર્ષથી ઝાઝું લાગતું નથી. ઈ.સ. ૨૦૦૦ની સાલ પછીના દાયકામાં કાં મૂળ સ્વરૂપનું હિન્દુસ્તાન ક્ષિતિજે ડોકાવાનું શરૂ કરશે; કાં ‘હિન્દ' કબરનશીન થશે. મહામાનવો અને સંતો તો શું? પણ “માણસ” જ ક્યાંય જોવા નહિ મળે. કાં ઈન્ડિયાનો કબજો ઈસાઈઓએ લીધો હશે (ઈસ્લામીઓને તો આ ઈસાઈઓ તે પૂર્વે જ હતપ્રહત કરી નાખવાના છે.) અથવા આ દેશની પ્રજામાં ભૂખમરો ફેલાયો હશે. જેના કારણે દેશના લોકો દારૂ, ડ્રગ્સ, ગુંડાગીરી, માફીઆગીરી સુધી પહોંચ્યા હશે.
પશ્ચિમની જીવનશૈલીએ આ દેશની નવી પેઢીને બરોબર ભરડામાં લીધી છે. તેમાં નાસ્તિકતા અને ભોગરસ જોરથી તીવ્રપણે ફેલાઈ રહ્યો છે. કેટલાંક સાચાં બનેલાં દૃષ્ટાંતોથી આ વાત સમજાશે.
(૧) કોઈ જૈન ધાર્મિક શિક્ષક શહેરોમાં શ્રીમંતોને ઘરે જઈને જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન ભણાવે છે. તેમણે મને કહ્યું કે “તેર ઘરે જીવવિચાર, કર્મગ્રંથ વગેરે ભણાવું છું. તેમાં સાત ઘરે તો દારૂનો બાર વ્યવસ્થિત રીતે ગોઠવાયો છે. ત્રણ ઘરે ‘બાર' નથી પણ દારૂ મંગાવીને પીવાય છે. બાકીનાં ત્રણ ઘર આ બદીથી મુક્ત છે! એક ઘરની કૉલેજીઅન યુવતીને-કે જે મારી પાસે બીજો કર્મગ્રંથ ભણતી હતી તેને - મેં કહ્યું કે,
બેન! આ વ્યસન તારે છોડવું જોઈએ.” તેણે તરત કહ્યું, “સાહેબ! હવે પછી તમારે આ વાત કરવી નહિ, તમારે મને ધર્મનું જ્ઞાન આપીને ચાલ્યા જવું. મને રોજ ત્રણ પેક લેવાની હેબીટ' પડી ગઈ છે. જે હું કદી છોડી શકું તેમ નથી!”
(૨) કોઈ લગ્નપ્રસંગમાં બે ય પક્ષે જૈન હતા. એક પક્ષના ખાસ આમંત્રણથી એક બેન, ત્રણ સંતાનોને લઈને રીસેપ્શનમાં ગયાં. ત્યાં જોયું તો બે બોર્ડ, થોડાક અંતરે લાગેલાં હતાં. “નોનવેજ' અને “વેજ' તેમાં નોનવેજ-કાઉન્ટર ઉપર સખ્ત ધસારો હતો. જોતજોતામાં તે ખલાસ પણ થઈ ગયું. ધાર્મિક વૃત્તિવાળાં બેનને આ બધું જોઈને ખૂબ આઘાત લાગ્યો. તેમણે યજમાનને પૂછ્યું કે, “આ નોનવેજ કાઉન્ટર કેમ રાખ્યું છે?” ઉત્તર મળ્યો કે હવે તો ઘણા બધા મારા જૈન મિત્રો નોનવેજ બની ગયા છે એટલે તે કાઉન્ટર મારે રાખવું જ પડે ને?”
(૩) દક્ષિણ ગુજરાતના એક ગામના એક ધાર્મિક અને ગરીબ કુટુંબના કિશોરે લોટરીની એક ટિકિટ ખરીદી. તેના સનસીબે (!) તેને દસ લાખ રૂ.નું પ્રથમ ઈનામ મળ્યું. ધાર્મિક જીવન જીવતી, ગાયત્રીને જપતી, બેંકમાં પૈસા મૂકીને વ્યાજ વાપરવાની