________________
૧૫ ૨
બાર પ્રકારની હિંસાઓ
ને હું રાજીરાજી થઈ ગયો.
સંતોષ અને સમજદારી આ વૃદ્ધાએ પચાવી લીધાં હતાં એટલે જ તો જ્યારે અનેક વૃદ્ધોને એમની સામે જોનાર કોઈ નહોતું ત્યારે એંશી વર્ષેય એનાં સંતાનો એને આ ધરતી પર ફરવા સાથે લઈને આવ્યાં હતાં. ત્યારે મને એટલું જ સતત થયા કરતું હતું કે પ્રજાઓ ગમે તે હોય, પ્રેમ....લાગણી... અને હૂંફ વિષે એકબીજાને આપી દેવાની તેયારીવાળાં માનવીઓને ભલે એ એકતરફી વ્યવહાર લાગે પણ લાંબે ગાળે કશું ગુમાવવાનું હોતું નથી.
હું રાજી થઈ ગયો. રાજી થયો મીઠી ડાળ જોઈને. સંસારનો લીમડો તો કડવો વખ.
આપણે તો એકાદ મીઠી ડાળને જોઈને...ક્યાંક...ક્યાકે દેખાતી મંગલતાને જોઈને જીવી જવાનું.
પશ્ચિમનો યુ-વેવનો ઝંઝાવાત સમગ્ર ઈન્ડિયામાં ફરી વળ્યો છે. ખાસ કરીને શિક્ષિતો, શહેરીઓ અને શ્રીમંતો બનેલાં નગરો-સ્વરૂપ ઈન્ડિયા ઉપર. હજી નિરક્ષરો, ગ્રામીણો અને ગરીબોનું બનેલું ગામડું ઊગરી ગયું છે પણ હવે લાગે છે કે તેને પણ ટી.વી. વગેરે દ્વારા ભ્રષ્ટ કરી નાખવામાં આવશે. આથીસ્તો ગામડે ગામડે અનાજ પહોંચતું કરવાની તાકીદે જરૂર હોવાની ખબર હોવા છતાં દિલ્હીના નેતાઓ ટી.વી. અને વીડીઓ પહોંચાડી રહ્યા છે. ભારત એનાં ગામડાંઓમાં વસ્યું છે. એની અમીરી તો નિરક્ષરો, ગ્રામીણો અને ગરીબોમાં પડેલી છે. હજી અહીં માબાપને પગે લાગનારો વર્ગ, ગરીબોને સહાયક બનનારો વર્ગ, ગુણીયલ જનો, ભગવાનમાં અપ્રતિમ શ્રદ્ધા રાખનારા ભક્તો, ભજનિકો વગેરે તમામ અકબંધ કયાંક કયાંક આ ઝંઝાવાતની હોનારતમાંથી ઊગરી ગયા છે. પણ હવે તો ત્યાં ય શું થશે? તે કહી શકાય તેમ નથી. કેમકે ગર્ભપાત કરાવતી હોસ્પિટલો અને અકાળે ગર્ભાધાન કરાવતી કૉલેજો પણ ગામડે ગામડે ઊભી થવા લાગી છે. આને માનવતાનું જબરું ધાર્મિક કાર્ય ગણાવાયું છે. સંન્યાસીઓ અને રામાયણીઓ પણ આવી હોસ્પિટલો અને કોલેજોનાં ઉદ્ઘાટનોમાં આનંદભેર દોડી રહ્યા છે!
શહેરો તો પશ્ચિમની જીવનશૈલીથી સાવ રંગાઈ ગયાં છે. અહીં તો નિત સવાર પડે છે અને આર્ય પ્રજાજનનું માથું શરમથી નીચું ઢળી જાય તેવા સેક્સ અને ગુંડાગીરીના પ્રસંગો દેનિકોમાં વાંચવા મળે છે. એવી એવી ઘટનાઓ બનવા લાગી છે કે તેની ઉપર ચિંતન કરતાં સ્પષ્ટ લાગે છે કે હવેના દસકામાં કાં પશ્ચિમના ઝેરી