________________
બાર પ્રકારની હિંસાઓ
૧૫૧
વેદના જાગી.. થોડું વધારે એ વર્ણન ચાલ્યું હોત તો કદાચ હૈયું પણ ભરાઈ આવત..
સાન એન્ટોનીયો શહેર. એની રળિયામણી ભૂમિ, હજારો ગાડીઓનો પથારો.
અહીંતહીં દોડતાં-હિલોળા લેતાં માનવીઓનો મહેરામણ. એની વચ્ચે આ બાંકડો... ને એ બાંકડા પર બેઠેલી આ ડોશીની કુટુંબ જીવનની વાત... ને એના ચહેરા પર પ્રસન્નતા અને મધુરતા... હવે મારાથી સીધો સવાલ પૂછી જવાયો... તમારાં બાળકો પણ અત્યારે તમારી પાસે નહીં હોય ખરું ને?
ને એ હસી પડી. મને મૂંઝવણ થઈ.
યુ આર રાઈટ.. ન જ હોય... ના હોવાં જોઈએ... પણ છે. મને અહીં ફરવા લઈ આવ્યાં છે... એ એમનાં બાળકો સાથે પેલી દૂર દેખાતી રાઈડોમાં ઘૂમે છે ને મને થાક ન લાગે માટે અહીં હું બેઠી છું.
અમેરિકાના સમગ્ર વાતાવરણથી આ જુદા પ્રકારનું દર્શન એનું રહસ્ય શું? એનું કારણ છે.
છેક સમજદારીથી જ હું જુદા પ્રકારનું જીવતર જીવતી આવી છું. મારા પગારના ચેક પણ હું બાળકોને આપી દેતી હતી. બહાર જાઉં ત્યારે મારી કોઈ ચીજવસ્તુ હું લાવતી જ નહોતી. મારાં સંતાનો માટે જ મારી ગાડીની ડીકી ભરેલી હોય. હું આવું ને મારી ડીકી પેલાં ભૂલકાં ખોલે.... હું એમને ચૂમીઓ ભરું... એ ચીજવસ્તુઓ બહાર કાઢે પણ લઈને ઝૂંટાઝૂંટ ન કરે. પરિવારનાં તમામ સભ્યો સાંજે ભેગાં થાય ત્યારે એ વસ્તુઓ વહેંચાય. જેને જે જોઈતી હોય એની પસંદગી અપાય. ખાવાની ચીજવસ્તુઓ વહેંચવાની નહીં. એ ફ્રીઝમાં મૂકવાની.. એની પર કોઈ બંધન નહીં... ફ્રીઝને કોઈ દિવસ તાળું નહીં. જેને જ્યારે જે ખાવું હોય તે ખાય... ને રમતાં જમતાં આનંદ કરે. મેં બાળકોને જુદાં રહેવું હોય તો રહેવાની છૂટ આપેલી... પણ એમણે જ ઈન્કાર કરેલો... સહુને મેં સંતોષના પાઠ શીખવાડેલા છે. પરિણામે સહુ સાથે રહે છે. પ્રેમથી હળીમળીને જીવે છે. જસ્ટ લાઈક યૉર ઈન્ડિયા.. તમારા ભારતની જેમ જ...
‘તમારા ભારતની જેમ' એવા એના ઉચ્ચાર સાથે જ મને સવાશેર લોહી ચડી આવ્યું. ભારતીય સંસ્કૃતિના ઊજળા પાસાને ઓળખનારી આ એક વૃદ્ધા આમ અજાણ્યા શહેરના જાહેર સ્થાનકના બાંકડા ઉપર મળી જશે એવી તો મને કલ્પના પણ કયાંથી હોય..