________________
બાર પ્રકારની હિંસાઓ
અબજો રૂપિયાનું હૂંડિયામણ બચાવી શકાય. પશુઓના છાણમાંથી જે બળતણ મળે છે તેની કિંમત ૩.૫ કરોડ ટન કોલસા કે ૬.૮ કરોડ ટન લાકડા બરોબર હોય છે. પશુઓનું છાણ દુર્લભ બનતાં બળતણ માટે જંગલો કપાય છે અને પર્યાવરણીય કટોકટી પેદા થાય છે.
પશ્ચિમી પદ્ધતિના શોષક અર્થતંત્રને કારણે દેશનું પશુધન ભારે કફોડી સ્થિતિમાં મુકાયું છે.
ક્રૂરતાભર્યા મોત અને રમતો
વિશ્વભરમાં પશુઓની કતલો તો ખૂબ થવા લાગી છે પણ એ કતલોમાં ય ભયંકર રિબામણ હોય છે અને કારમી ક્રૂરતા હોય છે. એ રીતે પશુઓની વચ્ચે સ્પર્ધાઓ કે રમતોનાં જે આયોજનો થાય છે એમાં પણ એમની ઉપર અતિ ભારે નિર્દયતા દાખવવામાં આવે છે.
જન્મભૂમિ તા. ૧૪-૩-૮૭ ના દૈનિકમાં આ અંગે લેખ પ્રગટ થયો છે, જે અક્ષરશઃ અહીં મૂકું છું.
સમૂહ નિર્દયતાની કિંમત એક દિવસ ચૂકવવી પડશે
ગયા મહિને મારે દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે વસેલા એક ગામમાં જવાનું થયું. ગામની વસતિના પ્રમાણમાં ખૂબ મોટી કહી શકાય એવી સરસ મજાની હોટલમાં હું ઊતર્યો હતો. બપોરે મુંબઈથી બિનશાકાહારી પ્રવાસીઓની એક મોટી ટુકડી અચાનક આવી. એને માટે વ્યવસ્થા કરવા હૉટલના માલિક અને એમની પત્નીએ દોડાદોડ કરી મૂકી. મારા કમરાની આગાસી ઉપર ઊભો રહી હું બધી ધમાલ જોતો હતો, ત્યાં કમરાના પાછળ ભાગમાં કંઈક વિચિત્ર અવાજ મને સંભળાયો.
હું કમરાની એ દિશાની બારીએ ગયો અને નીચે કમ્પાઉન્ડમાં નજર કરી તો હું સ્તબ્ધ બની ગયો. પ્રવાસીઓના જમવાની વ્યવસ્થા તો કરવી જ પડે. એ માટે નોકરો મરઘીઓને કાપી રહ્યા હતા. ચીકન મસાલા”, “ચીકન ફ્રાય”, “ચીકન મખ્ખનવાલા” વગેરે “ડિલિશિયસ ડિશિસ' માટે મરઘીઓ તો કાપવી જ પડે પણ હોટલના બે નોકરો જે રીતે આ કામ કરી રહ્યા હતા એ નિહાળી મને તમ્મર આવી ગયાં
બન્ને પગો બાંધેલી મરઘીઓનો એક ઢગ ખડકાયો હતો. એક નોકર એક મરઘીને ઊંચકી બીજાને આપે. બીજો મરઘીના ગળા ઉપર છરી ફેરવી થોડેક દૂર ફેંકી દે.