________________
બાર પ્રકારની હિંસાઓ
પૂર્વે માંસપ્રિય મેનકા ગાંધી આજની તારીખમાં એવાં તો જીવદયાપ્રેમી બની ગયાં છે કે પોતાના બંગલાની લોનને કાપતાં નથી; પાંદડું પણ તોડતાં નથી. મોટા કામ માટે જતાં જો રસ્તામાં કોઈ પીડાતું, રિબાતું પશુ જોવા મળે તો કામ પડતું મૂકીને તેની સેવામાં સ્વયં ઓતપ્રોત બની ગયા વિના રહેતાં નથી.
માનો કે ન માનો, તારક તીર્થંકરદેવોની કરુણાની અને પ્રાણિમાત્ર ઉપર દયાના ઉપદેશની જ આ બધી અસરો છે.
હાય! આ અસરો હવે જાણે નષ્ટપ્રાયઃ થઈ ગઈ હોય તેવું ચારે બાજુ કેમ જોવા મળે છે ? સમગ્ર વિશ્વમાં પ્રાણિઓ ઉપર ક્રૂર અત્યાચાર વગેરે કેમ થઈ રહ્યા હશે! અમેરિકામાં સૌથી વધુ ભયાનક અત્યાચાર વગેરે. કેમ થઈ રહ્યો છે. બીજો નંબર ચીનનો છે; ત્યાં સાપ વગેરે પ્રાણિઓને કાચા ને કાચા ખાઈ જઈને પેટમાં પધરાવી દેવામાં આવે છે. આ ક્રૂર પવન ભારતમાં પણ પ્રસર્યો છે. તીડનાં અથાણાં, સાપના સૂપ, પતંગીયાંની ચટણી, કરચલાનાં શાક વગેરે શબ્દોની લાંબી હાર ઊભી થઈ છે! જેમને સાંભળવાં પણ મુશ્કેલ છે.
ભારતમાં મુંબઈના દેવનારના કતલખાનાને ક્યાંય ટક્કર મારી દે તેવાં અત્યાધુનિક કતલખાનાઓ ઠેર ઠેર ઊભાં થવા લાગ્યાં છે. માંસની નિકાસ કરીને હૂંડિયામણ કમાવા માટેનાં ખાસ કતલખાનાં પણ હવે તો ઊભાં થઈ રહ્યાં છે! આ કામ ભૂતકાળમાં કસાઈ કામ કરતી હતી, હવે આ કામ સરકારી સ્તરે થવા લાગ્યું છે. સરકારના હાથ હંમેશ મોટા હોય તેથી કતલનું પ્રમાણ અત્યંત વધી ગયું છે. દરેક મોટા કતલખાનામાં છ થી દસ હજાર નાનાં-મોટાં પશુઓની કતલ કરી દેવામાં આવે છે. આથી પશુઓ ખૂટવા લાગ્યાં છે એટલે કતલખાનાને પશુઓનો પુરવઠો સતત મળતો રહે તે આ બધાં માંસ-પશુ (દૂધ-પશુ નહિ) હોય છે. આ પશુઓને પેદા કરવા માટે હોર્મોનના જે ઈજેકશન અપાય છે તેનાથી ઉંદર કૂતરા જેટલો મોટો બની જાય છે; અને કૂતરો ઘોડા જેટલો મોટો બને છે. ગાય હાથી જેવડી થાય છે, આમ પુષ્કળ માંસ તેમાંથી પ્રાપ્ત થાય છે. જો આમ ચાલે તો માંસનું ઉત્પાદન સદા માટે બની જાય; અને તે પણ વધતું જ રહે.
બીજી બાજુ સસલાં, મરઘાં, બતકો, રેશમ માટેના કોશેટાઓ, ભૂંડ-ઉછેર વગેરેનો ગૃહઉદ્યોગ ભારત-સરકારે મોટા પ્રમાણમાં વિકસાવ્યો છે. ગરીબ લોકોને આ રીતે સહાયક બનવાના દેખાવ નીચે સરકારે ગરીબોને માંસાહાર તરફ વાળી દેવાનું શરૂ કર્યું છે.